ભાદરવી પૂનમ બાદ શુક્રવારે અંબાજી મંદિર ખાતે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી.આ પ્રસંગે અંબાજી આવેલા જાણીતા પાર્શ્વ ગાયિકા અનુરાધા પોડવાલ એ અંબાજીમાં ચાલી રહેલા જલીયાણ સદાવ્રત ખાતે પણ મુલાકાત લીધી હતી. માઈભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ પીરસવામાં આવી રહ્યો હોવાની તેમજ અન્ય વિગતો અનુરાધા પૌંડવાલ એ ટ્રસ્ટીઓ પાસેથી મેળવી હતી. તેમજ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. જલીયાણ સદાવ્રતની મુલાકાત સમયે જય જલીયાણ ફાઉન્ડેશનના પ્રમુખ હિતેશભાઈ ઠક્કર, ટ્રસ્ટી દીપકભાઈ ઠક્કર સહિત અન્ય ટ્રસ્ટીગણએ ગાયિકા અનુરાધા પોંડવાલનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ માસમાં જલીયાણ સદાવ્રત ખાતે છ લાખથી પણ વધુ માઇભક્તોએ નિ:શુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો છે.
પ્રહલાદ પૂજારી અંબાજી