જામનગર: ગુજરાતમાં ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાયો છે ત્યારે રાજ્યની 6 મનપામાં ચૂંટણીઓ યોજાઈ રહી છે. તમામ વિવિધ પક્ષો પોતપોતાની તાકાત લગાવી પોતાના ઉમ્મદવારોને ચૂંટણી માટે ઉભા કર્યા છે. ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે અને મતદાન કરવા માટે પોતપોતાનો લોકપ્રચારમાં જોડાયા છે ત્યારે સાચા અને કાર્ય કરનાર ઉમ્મદવારો પ્રતિ લોકોનો પ્રેમ જોવા મળી રહ્યો છે તે ભલે ગમે તે પક્ષમાં હોય..આવા જ એક મહિલા ઉમેદવાર સૌરાષ્ટ્રના જામનગર શહેરના વોર્ડ નંબર 5 માં વિજયી બનેલ મહિલા ઉમેદવાર ડિમ્પલ જગતભાઈ રાવલની….
જામનગર શહેરના વોર્ડ નંબર 5માં થી ચૂંટાઈ આવેલ ડિમ્પલબેન જગત રાવલ જામનગર મનપા માટે વોર્ડ નંબર 2 માંથી ભાજપના ઉમેદવાર છે પણ જેઓ 5 નંબર વોર્ડમાંથી તેમના પ્રજા માટે કરવામાં આવેલ કાર્યોને લઈ પ્રજામાં લોકચાહના દ્વારા વિજયી બની ચુક્યા છે પરંતુ આ વખતે પક્ષ દ્વારા તેઓને વોર્ડ નંબર 5 ના સ્થાને 2 માં ટીકીટ આપી તેમના કર્યો અને કામ કરવાની નિખાલસતા અન્ય સ્થાને પણ સફળ કરી બતાવવાની ઉત્તમ તક આપી છે.
વાત કરીએ ડિમ્પલબેન જગત રાવલની તો યુવા મહિલા નેતા તરીકે તેઓ લોકોમાં અનેરું સ્થાન ધરાવે છે અને તેઓ લોકોના કર્યો પુરા થાય લોકોને ન્યાય મળે તે હેતુ સદૈવ અગ્રેસર અને તત્પર રહેતા આવ્યા છે. જામનગરમાં વિવિધ સેવાકીય ઉચ્ચ સંસ્થાઓ સાથે જોડાઈ એક ગૃહણીની સાથે સાથે પ્રજા અને પર્યાવરણ માટે સેવાકીય કામો કરવા તેઓ હંમેશા સજાગ રહે છે. ચૂંટાયેલા કોર્પોરેટર પોતાને મળતા ભથ્થાનો ઉપયોગ વિવિધ કાર્યોમાં કરતા હોય છે પણ ડિમ્પલ રાવલ એકમાત્ર મહિલા છે જે અત્યાર સુધી પોતાને મળતા ભથ્થાનો ઉપયોગ સેવાકીય કર્યો તેમજ પર્યાવરણને બચાવવાના ઉત્તમ કાર્ય માટે અર્પણ કરતા આવ્યા છે એ પછી ચકલી બચાઓ અભિયાન હોય કે પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ હોય કે પ્રજાના સેવાકીય કર્યો હોય. પ્રજાની સેવાને જ પોતાનું કાર્ય ગણાવતા ડિમ્પલ રાવલ ઘરમાં પણ એક સફળ ગૃહણી સાથે સાથે માત્ર પોતાના જ વિસ્તારમાં જ નહીં પરંતુ અન્ય કોઈ પણ વિસ્તાર હોય ત્યાં જઈ તમામ સેવાકીય કાર્યોને અંજામ આપે છે. તેમના નિખાલસ સ્વભાવ અને કાર્યદક્ષતા ને જોતા તેઓ તમામ લોકોના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે જેના પરિણામે આજે પક્ષ દ્વારા પણ તેમના કાર્ય ને જોતા તેમની લોકો પ્રત્યે સેવાકીય પ્રવૃત્તિ ને જોતા વોર્ડ નંબર 5 માંથી અન્ય 2 નંબરના વોર્ડથી ટીકીટ ફાળવી ઉમ્મદવારી કરવા માટે મેદાને ઉતાર્યા છે. સાદગી, સૌમ્યતા અને તેમના સેવાકીય કાર્યને જોતા પ્રજા દ્વારા પણ તેમને બોહળો પ્રતિસાદ સાંપડી.રહ્યો છે. પ્રજા જ સર્વભૌમ ગણાય છે અને આવનાર સમયમાં પ્રજા જ નક્કી કરશે કે કોને લાવવા અને કોને ન લાવવા. પરંતુ પ્રજા એ જ લોકોને પ્રાધાન્ય આપે છે જે પ્રજાના કામો નિષવાર્થ કરી બતાવતા હોય અને પ્રજાના પ્રશ્નોને સાંભળી તેનો નિકાલ કરવા તત્પર રહેતા હોય. ખેર બાકી તો ચૂંટણીના પરિણામો જ બતાવશે કે ક્યાં ઉમેદવાર બાજી મારી જાય છે.