જામનગર: સોમવારના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો ૧૩૬ માં સ્થાપના દિન નિમિત્તે જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જીવણભાઈ કુભરવાડીયા સાહેબ નાં અધ્યક્ષસ્થાને ધ્વજ ફરકાવીને સલામી આપવા માં આવી હતી,
ત્યાર બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી શ્રી યુસુફભાઈ ખફી સાહેબ વિસ્તૃત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો સ્થાપના દિન ની વિગતવાર માહિતી આપી દરેક હોદેદારો અને કાર્યકરો ને સંબોધ્યા હતા,.
આ કાયૅક્રમ માં જામનગર જીલ્લા કોંગ્રેસ ના પૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઈ માડમ તથા મુળુભાઇ કંડોરીયા તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી કણૅદેવસિહ જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ શ્રી દિગુભા જાડેજા, જામનગર શહેર કોપૉરેશન નાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ભાઈ ખફી, જામનગર શહેર કોંગ્રેસ (મહીલા) પ્રમુખ શ્રીમતી રંજનબેન ગજેરા , પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહિલામંત્રી શ્રી સહારાબેન મકવાણા જૈનમબેન, પૂજાબેન નકુમ,જેનબબેન ખફી,તથા પૂર્વ શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી પી.સી.ખેતિયા સાહેબ,લલિતભાઈ પટેલ, તેજસ ડોઢિયા, ડૉ.તૌશિફખાન પઠાણ, ભુપતસિહ કે.ચૌહાણ સેવાદળના પ્રમુખ તથા જામનગર જિલ્લા/શહેર કોંગ્રેસ સમિતિ ના દરેક હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાયૅક્રમ નું સંચાલન અને સંકલન કે.પી.બથવારે કરેલ.