જામનગર: જામનગર અને દ્વારકા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તથા વિવિધ સંસ્થામાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સન્માનિત કરાયા હતા. જામનગરની છ અગ્રગણ્ય સંસ્થાઓ જામનગર જિલ્લા રાજપૂત સેવા સમાજ, જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા-ગુજરાત પ્રદેશ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ-જામનગર, જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ અને ગજકેસરી ફાઉન્ડેશન અંતર્ગત ક્ષત્રિય યુવા સંગઠન-જામનગર દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ તકે મંત્રીશ્રીએ વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રભુને પ્રાર્થનાસહ દરેક સમાજને સાથે લઈ રાષ્ટ્રની સેવા કરવાની આ જનપ્રતિનિધિઓને તક મળી છે તેમ જણાવી સમાજની, રાજ્યની અને રાષ્ટ્રની પ્રગતિમાં આ પ્રતિનિધિઓનું યોગદાન રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં ૬૪ પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં રાજપૂત સમાજના અગ્રણીશ્રીઓ પી. એસ. જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, સરદારસિંહ જાડેજા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દિલીપસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ ઝાલા, દિગુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, ગવુભા ડાડા, સી.આર.જાડેજા, લખધીરસિંહ જાડેજા, ભરતસિંહ તથા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.