કેન્દ્ર સરકાર નો બેકારી ઊભી કરવા નો તાયફો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારત સરકાર દ્વારા ભારતના ગામડાઓના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓએ સ્વાયત્ત રીતે સરકારના વિવિધ યોજનાઓનું સંકલન અને છેક છેવાડા ગામડાઓ સુધી આ યોજનાઓનું અમલીકરણ અને વિસ્તૃત વિકાસનું કામ કરી ગ્રામ ઉદ્યાન સાથે લોક ઉત્થાનનું કામ કરી રહી છે અને જેના થકી જ ગામડાઓ સુધી આ યોજનાઓ અમલી બની છે
પણ સરકારે ગુજરાત ની તમામ રાજ્યોની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ બંધ કરી આયોજનાઓ જિલ્લા પંચાયત હસ્તક કરી દેવાની કવાયત કરી કાર્યવાહી કરવાનું ચાલુ કર્યું છે અને એપ્રિલ 2022 થી તમામ રાજ્યોની ૩૩ જેટલી ડીઆરડીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બંધ કરી દેવાનું ગતકડું કરતા આ યોજનામાં કોન્ટ્રાક ઉપર તેમજ આઉટસોર્સ થી કામ કરતા લાખો યુવા – યુવતી ઓના માથે છૂટા થઈ જવાની લટકતી તલવાર ઊભી થતાં લોકોની બેકારી ઊભી થવાની દહેશત ઊભી થતાં સરકાર અને તંત્રના આ ડીઆરડીએ બંધ કરવાની કાર્યવાહી ને વખોડી અસંતોષ ઉભો થવા પામ્યો છે
મનરેગા ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ સ્વાયત રીતે લોકોને ડી.આર.ડી.એ મારફતે મળતી હતી તો સરકારના કયા મલિન ઇરાદાથી આ બંધ કરવાનું ગતકડું સૂઝ્યું છે એ જ આઉટસોર્સ ના કર્મચારીઓ તેમજ કરાર આધારિત કર્મચારીઓ ને અન્ય કર્મચારીઓને સમજાતું નથી આનો ભારત સાથે વિવિધ રાજ્યો સાથે ગુજરાતમાં ડીઆરડીએ માં કામ કરતા કર્મચારીઓ વિરોધ નો વંટોળ ઊભો થવા પામ્યો છે તમામ જિલ્લા મથક એ ડી.આર.ડી.એ માં આઉટસોર્સિંગ માં કામ કરનાર લાખો યુવા યુવતી કર્મચારીઓ કલેકટરને આવેદન પત્રો આપી વિરોધ દર્શાવવા ની તૈયારીમાં લાગી ગયા છે
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ સંદર્ભે આંદોલનની તૈયારીઓને આખરીઓપ અપાઇ ચૂકયો છે અને સરકારની બેકારી દૂર કરવાની સફાઈની વાતોને ડીઆરડીએ બંધ કરવાની પ્રક્રિયાને કર્મચારીઓ સાથે લોકો પણ વખોડી રહ્યા છે ત્યારે સરકારે ડીઆરડીએ બંધ કરી જિલ્લા પંચાયતને સોંપવાનો નિર્ણય પાછો લેવો જોઈએ અથવા જિલ્લા પંચાયતે આઉટસોર્સ ના કર્મચારીઓ ને નોકરી પર ફરજ બજાવવા માટે રાખવા જોઈએ તેવી માગણી ઉઠવા પામી છે ….