Breaking NewsLatest

તમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો રાજ્ય રાષ્ટ્રીય સ્પર્ધા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડિયા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

હેલ્થ ઇઝ વેલ્થ આજીવન શરીર સૌષ્ઠવ જાળવી રાખવા યુવાનોને અપીલ કરતા
જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ઈડરિયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા જુનિયર ઇડર ખાતે યોજાઇ. ૧ થી ૧૦ ક્રમના વિજેતા ભાઈઓ-બહેનોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી પ્રમાણપત્ર અને ચેક અર્પણ કરાયા

વર્ષ ૨૦૨૧ના અંતિમ દિવસે ૩૧મી ડિસેમ્બરે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઈડર ગઢ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે આયોજિત રાજ્ય કક્ષાની દ્વિતીય ઐતિહાસિક પર્વત ઈડરિયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા જુનિયર ૧૪ થી ૧૮ વર્ષની વયજૂથની ૨૦૨૧ની સાહસવીર ખેલાડી સ્પર્ધામાં ૧૩૭ ભાઇઓ અને ૫૨ બહેનો મળી કુલ ૧૮૯ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં ૧થી૧૦માં ક્રમે વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી પ્રમાણપત્રને ચેક ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયાની અધ્યક્ષતામાં વિતરણ કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે યુવાનોને સંબોધતા ઈડરના ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયાએ જણાવ્યું હતું કે તમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો તમે અહીં આવી સાહસ કર્યું આ પગલું ભર્યું ભાગ લીધો તે સૌને અભિનંદન પાઠવું છું. તમને આ પ્રગતિની કારકિર્દીની સરકારે તક આપી છે. વિજેતાઓને અભિનંદન સાથે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવું છું.અને બીજા સ્પર્ધકોએ નિરાશ થવાની જરૂર નથી આપણે સતત પ્રયત્ન કરીને સફળતા મેળવવાની છે આશા અમર છે સ્પોર્ટ્સ મેનસીપ ડેવલોપ કરો, નવ યુવાનો ગુજરાતનું, જિલ્લાનું અને તાલુકાનું નામ રોશન કરો તેવી હાકલ કરું છું રાજ્ય સરકાર બાળકો યુવાનો વૃદ્ધો મહિલા સૌ સમાજના લોકોને આગળ વધારવાના અવસર આપે છે. તેમના માટે ચિંતા કરે છે. સર્વના વિકાસ માટે કટિબદ્ધ છે સાથે આપણે કોરોના ગાઇડલાઇનનું પાલન કરીએ સરકારની એસ.ઓ. પી.નુ પાલન કરીએ.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાએ સૌને આવકારતા હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે હેલ્થ ઇઝ વેલ્થ અને યુવાનો આજીવન પોતાનું શરીર સૌષ્ઠવ જાળવી રાખે તે માટે અપીલ કરી હતી. જિલ્લામાં વર્ષ ૨૦૧૯ માં પ્રથમ સ્પર્ધા અને આજે દ્વિતીય આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ છે પાર્ટીશીપેશન સૌ ખેલાડીઓને અભિનંદન પાઠવું છું. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો ઝળહળતી સફળતા રાષ્ટ્રીય સ્પર્ધામાં પણ મેળવો તેવી શુભેચ્છા. રાજ્ય સરકાર વિવિધ સમાજ લોકો માટે અનેક સ્કીમો બનાવીને લોકોને સતત પ્રતિતિ કરાવે છે અને આવા કાર્યક્રમો થકી સૌને સામેલ કરીને ખેલ મહાકુંભ અને રમતગમત પ્રવૃત્તિઓ થકી યુવાનોને આગળ વધવાના અવસર આપે છે તેનો લાભ ઉઠાવો.
ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા સવારે ૭:૩૦ કલાકે સ્થાનિક પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરીને શરૂ કરાઇ હતી જેમાં ૧૮૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓ માટે ૬૯૯ પગથિયા, બહેનો માટે ૬૦૦ પગથિયા ચઢાણ રાખવામાં આવ્યું હતું. જેમાં સૌથી ઓછી સમય મર્યાદામાં સર કરનાર ભાઈ- બહેનોને ૧ થી ૧૦ ક્ર્મે આવનારને પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા. ૧ થી ૩ નંબરના ખેલાડીઓની અનુક્રમે 12,500, 10,000, 7,500 પુરસ્કાર પ્રમાણપત્ર ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમે તડ્વી રાહુલકુમાર 8 મિનિટ 26 સેકન્ડ સ્પર્ધા જીતી હતી. જ્યારે બહેનોમાં ભગોરા અસ્મિતાબેન 10 મિનિટ 46 સેકન્ડમાં ઈડરયો ગઢ સર કર્યો હતો. અને હવે રાષ્ટ્રીય સ્પર્ધા જુનાગઢ ગિરનાર ખાતે આગામી ફેબ્રુઆરીમાં યોજાશે તેમાં ભાગ લેશે.
આ ઇનામ વિતરણ પ્રસંગે રમત ગમત અધિકારી હર્ષાબેન ઠાકોરે સૌને આવકારી સ્પાર્ધાની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ઈડર નગરપાલિકાના પ્રમુખ જયંતીભાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રિમતી હર્ષાબેન વણકર, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો નગરપાલિકાના સદસ્ય યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજાના ભારાપરા ના યુવાનને ચોરીના મુદામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ .

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *