શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાતનુ લોકપ્રિય શક્તિપીઠ છે, આ ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. આવનારા સમયમાં ભાદરવી મહામેળો 2021 આવી રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મેળા ના યોજાવા બાબતે કોઈજ નિર્ણય લેવાયો નથી અને આજે પણ પાલનપુર ખાતે મિટિંગ યોજાઇ રહી છે ત્યારે આજે બપોરે અંબાજી રબારી સમાજ ખાતે ન્યાય યાત્રા મા આવેલા કોંગ્રેસ ના દાંતા અંબાજી વિસ્તારનાં ધારાસભ્ય કાંતીભાઈ ખરાડી એ મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે રાજ્યો મા આવન જાવન ચાલું છે અને લોકો અવર જવર કરી રહ્યા છે અને બીજાં રાજ્યો મા કોરોના વકરી રહ્યો છે ત્યારે મારી રાજ્ય સરકાર ને વિનંતી છે કે આ વખતે ભાદરવી મહાકુંભ મોફૂક રાખવામાં આવે અને માતાજીને આપણે પ્રાથના કરીએ કે ત્રીજી લહેર થી આ વિસ્તારને બચાવે.
2012 થી સતત લોકોના પ્રશ્નો માટે લડતા અને વિધાનસભામા અવાજ ઉઠાવતા આદિવાસી જનનાયક નેતા કાંતીભાઈ ખરાડી દાંતા અંબાજી વિસ્તારના લોકો દ્વારા ચુંટાયેલા નેતા છે આજે તેવો અંબાજી ખાતે કોંગ્રેસ ની ન્યાય યાત્રા મા હાજરી આપવા આવ્યાં હતા અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા કોરોના કાળમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને રાજ્ય સરકાર તાત્કાલીક 4 લાખ રૂપિયા ની મદદ કરે અને આજે અહિ અમારા નેતાઓ દ્વારા આ વિસ્તારમા જે લોકો કોરોના થી મૃત્યુ પામ્યા છે તેમના ફોર્મ ભરવામાં આવ્યાં છે અને તેમને રાજ્ય સરકાર તાત્કાલીક સહાય આપે તે માટે અમે ન્યાય યાત્રા શરુ કરી છે. આજે અંબાજી ખાતે યોજાયેલી મિટિંગ મા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા કાર્યક્ર્મ પુર્ણ થયા બાદ ભોજન સભારંભ યોજાયો હતો, અહી અંબાજી વિસ્તારના જે લોકો કોરોના કાળમાં મૃત્યુ પામ્યા હતા તેમના આત્મા ની શાંતી માટે પ્રાથના કરવામાં આવી હતી.
આજના કાર્યક્ર્મ મા કાંતિભાઈ ખરાડી, રામ અવતાર અગ્રવાલ, તુલસીરામ જોષી, જાકિરભાઈ અથાનીયા, મુકેશ સિકરવાર, જયંતી ભાઈ જોષી, મેહુલ ગઢવી, જયાબેન ગઢવી સહીત કોંગ્રેસ ના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.કાંતીભાઈ ખરાડીએ ભાદરવી મહામેળો 2021 મોફુક રાખવામાં આવે તેવું નિવેદન આપ્યું છે અને થોડાક દિવસ બાદ ભાદરવી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે.આબાબતે મંદીર ટ્રસ્ટ તરફથી હજી સુધી મેળા સંધર્ભે કોઈજ જાહેરાત કરવામાં આવી નથ