દાંતા સ્ટેટ દાંતાના રાજવી પરિવાર થી ઓળખાય છે અને આ વિસ્તાર પહાડી વિસ્તાર તરીકે ઓળખાય છે, દાંતા તાલુકામાં વિવિઘ નાના મોટા ગામો આવેલા છે જેમાં તલાટી કમ મંત્રી પોતાની ફરજ બજાવતા જોવા મળી રહ્યાં છે ત્યારે આજે સવારે દાંતા તાલુકાના તમામ તલાટી કમ મંત્રી પોતાની પડતર માંગણીઓને લઈને દાંતા તાલુકા પંચાયત ખાતે એકઠા થઈ સરકાર સામે માંગ ઉઠાવી હતી.
દાંતા તાલુકાના તમામ 55 તલાટી કમ મંત્રી આજે સવારે પોતાની વિવિઘ પડતર માંગણીઓને લઈને દાંતા આવ્યા હતા અને દાંતા તાલુકા પંચાયતની અંદર બેસીને પોતાની માંગણીઓ પુરી કરવા એકઠા થયા હતા તેમને જણાવ્યુ હતું કે અમે અગાઉ સરકાર મા રજુઆત કરી હોવા છતાં નિકાલ ન આવતાં આજે તમામ તલાટી કમ મંત્રી કામકાજ થી અળગા રહેશે અને સરકાર સુધી અવાજ પહોંચાડશે
અંબાજી પ્રહલાદ પુજારી