ગુજરાત વિકાસશીલ રાજ્ય છે ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લાઓ આવેલા છે જેમાં સરહદી જિલ્લો બનાસકાંઠા અંતરિયાળ અને પછાત જિલ્લા તરીકે ઓળખ ધરાવે છે. આ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકાઓ આવેલા છે જેમાં સૌથી પછાત તાલુકો દાંતા તાલુકો આવેલો છે. દાંતા તાલુકામાં 200થી વધુ નાના મોટા ગામડાઓ આવેલા છે. આ તાલુકામાં ઘણી બધી સરકારી ઓફિસો આવેલી છે અને ઘણી બધી ગ્રામ પંચાયતો આવેલી છે અમુક ગ્રામ પંચાયતોમાં લોકોના કામો માટે મૂકવામાં આવેલા સરપંચ અને તલાટી સમયસર હાજર રહેવાથી સ્થાનિક ગ્રામજનોને ભારે હેરાન પરેશાન થવું પડે છે જે બાબતે દાંતા તાલુકાના વિવિધ પત્રકારો દ્વારા આ બાબતના સમાચાર મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવે છે. 2019 ના વર્ષમાં દાંતા તાલુકાના કાંસા ગામમાં સ્થાનિક ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી અને સરપંચ હાજર ન રહેવા બાબતે પત્રકાર નો સંપર્ક કરતા દાંતા તાલુકાના દિવ્યાંગ પત્રકાર સાજન ઠાકોર કાસા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોની પડતી હાલાકી ની સ્ટોરી બનાવી ને વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું પરંતુ કાસા ગામ ના મહિલા દ્વારા દાંતાના દિવ્યાંગ પત્રકાર સાજન ઠાકોર વિરુદ્ધ દાંતા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તારીખ 1/ 9 /2019 ના રોજ દાંતાના દિવ્યાંગ પત્રકાર સાજન ઠાકોર વિરુદ્ધ ફરિયાદી કોકીલાબેન વકાભાઈ ગમાર, રહે. કાંસા એ દાંતા પોલીસ મથકમાં પત્રકાર ઉપર ખોટો કેસ કરવા માટે આ ડરાવવા માટે ફરિયાદ નોંધાવી હતી . આ કેસ મા દિવ્યાંગ પત્રકાર ઉપર એટ્રોસિટી કલમ પણ લગાવવામાં આવી હતી 1 વર્ષ 10 મહિના અને દસ દિવસ બાદ બનાસકાંઠા જિલ્લાની સ્પેશિયલ એટ્રોસિટી અને સાતમા એડિશનલ જજ શ્રી આર એમ આસોડીયા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા દિવ્યાંગ પત્રકાર સાજન ઠાકોર ને આ ગુનામાં થી શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે. દાંતા તાલુકામાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કેટલાક સાચા પત્રકારો ઉપર ખોટા પોલીસ કેસ કરાય છે તેમના માટે ચેતવણીરૂપ ચુકાદો નામદાર કોર્ટ આપેલ છે.
દાંતા તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતો અને કેટલીક મોટી ઓફિસોમાં નોકરી કરવા આવતા સરકારી બાબુઓ સમયસર નોકરી પર હાજર રહેતા નથી આવા બાબુઓ અરજદારો અને દાખલા લેવા આવતા લોકોને સમયસર કામ કરી આપતા નથી અને ધક્કે ચઢાવે છે. દાંતા તાલુકામાં કેટલાક સાચા પત્રકારો લોકોની વેદના અને સમસ્યા મીડિયાના માધ્યમથી આપે ત્યારે આવા બાબુઓના પેટમાં તેલ રેડાય છે. આવો જ એક બનાવ કાસા ગામની મહિલા કોકીલાબેન દ્વારા દાંતા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ ગુના રજીસ્ટર નંબર 52/2019 ઈપીકો કોડની કલમ 354એ તથા એટ્રોસિટી એકટ કલમ 3(1) આર જે 3(2) (5 અ) મુજબ ફરિયાદ નોંધાવેલ હતી. આ બાબતે જામીન મળ્યા બાદ દાંતા થી પાલનપુર સુધી આરોપી સાજન ઠાકોર ઘણા સમય સુધી કોર્ટની મુદતે હાજર રહેતા હતા, આખરે સત્યનો વિજય થયો. ફરિયાદીએ ખોટી ફરિયાદ નોંધાવી પણ નામદાર કોર્ટે સાજન ઠાકોરને નિર્દોષ છોડ્યા.
:- 22 મહિના અને 10 દીવસ બાદ ન્યાય મળ્યો સત્યનો વિજય થયો :-
1 /9 /19 ના રોજ દાંતા પોલીસ મથકમાં ફરિયાદીએ સાજન ઠાકોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી જે બાબતનું પંચનામું સ્થળ તપાસ અને વિવિધિ લોકો ના જવાબો પોલીસ તરફથી કોર્ટમાં મૂકવામાં આવ્યા હતા. તારીખ 1/ 10/ 2019 ના રોજ પાલનપુરની એટ્રોસિટી કોર્ટમાં આ કેસ રજીસ્ટર થયો હતો અને તારીખ 11/ 8 /2021 ના રોજ જજમેન્ટ કોર્ટ તરફથી આપવામાં આવ્યું હતું આમ 1વર્ષ 10 મહિના અને 10 દિવસ બાદ કોર્ટે આરોપી સાજન ઠાકોર ને નિર્દોષ છોડ્યા હતા.
:- દાંતા તાલુકાનું મીડીયા ખોટી ફરિયાદ થી ડરશે નહીં :-
મિડિયાનું કામ સાચી માહિતી બહાર લાવવાનું હોય છે અને દાંતા તાલુકામાં ભારે ધુપ્પલબાજી અને ઘણી સરકારી ઓફિસોમાં અરજદારો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે કેટલીક ગ્રામ પંચાયતોમાં પણ હજુ પણ કેટલાક સરકારી બાબુઓ સમયસર આવતા નથી ત્યારે મીડિયા પોતાનું ધર્મ નિભાવી રહ્યું છે અને પત્રકારને દબાવવા માટે ખોટા કેસ ઉભા કરવા વિચારતા બાબુઓ માટે નામદાર કોર્ટ નો ચુકાદો સત્યનો વિજય સમાન છે
પ્રહલાદ પૂજારી અંબાજી