બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અનેક નાના મોટા ગામો આવેલા છે આ વિસ્તાર પછાત વિસ્તાર તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે આજે દાંતા તાલુકાના સેબલીયા ગામ ની નદીના પટમાં ઝાડ નીચે યુવક અને યુવતીના ગળે ફાંસો ખાધેલ આ જોવા મળતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી સૂત્રોથી મળતી માહિતી અનુસાર આ લોકો આસપાસના ગામના રહેવાસી છે.
દાંતા તાલુકાના સેબલીયા નદીના પટમાં એક ઝાડના નીચે યુવક અને યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા ત્યાં હાજર લોકો દ્વારા દાંતા પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણકારી મળતા દાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસને મળેલી પ્રાથમિક માહિતીમાં યુવક ભાખરી ગામનો અને યુવતી નાગેલ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું, બંનેની લાશને પીએમ માટે દાંતા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રહલાદ પૂજારી અંબાજી