Breaking NewsCrime

દાંતા નજીક વસી ગામે થી વિદેશી દારૂ દાંતા પોલીસે પકડયો

(અમિત પટેલ.અંબાજી)
તા.૩૦/૦૫/૨૦૨૧
ના રોજ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારના વશી ગામેથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાંતા પોલીસ , દાંતા ખાતે જ્યારથી પીએસઆઈ એચ એલ જોષી આવ્યા છે ત્યારથી 2 નંબર ના માથાભારે તત્વો મા ફફડાટ ફેલાયો છે.
જેમા મે.આઇ.જી.પી.સા.શ્રી જે.આર.મોથલીયા સા. સરહદી રેન્જ,ભુજ નાઓની સુચના અંતર્ગત એસ.પી.સા.શ્રી તરૂણકુમાર દુગ્ગલ સા.બનાસકાંઠા, પાલનપુર નાઓએ બનાસકાંઠા જીલ્લામાંથી દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે સારૂ પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ આ કારણે માથાભારે તત્વો દ્વારા દારુ જૂગાર ની બદીઓ ચલાવી રહ્યા છે ત્યારે પોલીસે આ મામલે કેસ દાખલ કરી પોતાની સુંદર કામગીરી નો પરીચય આપી રહ્યાં છે.
ઉપરોક્ત ડ્રાઇવ અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મુખ્ય મથક પાલનપુર શ્રી આર.કે.પટેલ સા. ચાર્જ પાલનપુર વિભાગ,પાલનપુર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી અસારી સા. નાઓએ દારૂની પ્રવુતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોઇ
જેથી અમો એચ.એલ.જોષી પો.સબ.ઇન્સ.દાંતા પો.સ્ટે નાઓ સ્ટાફના રમેશભાઇ નાગરભાઇ અ.હેડકોન્સ બ.નં.૧૨૨૫ તથા મનુભાઇ લાતાભાઇ અ.પો.કોન્સ. બ.નં.૧૫૫૯ તથા યોગેન્દ્રસિંહ હિંમતસિંહ પો.કોન્સ. બ.નં.૧૪૩ તથા ભરતસિંહ વિહાજી પો.કોન્સ. બ.નં.૩૨૭ તથા શેખરદાન પ્રતાપદાન પો.કોન્સ બ.નં.૧૪૧૮ વિગેરે નાઓ સાથે પ્રોહી ડ્રાઇવ અન્વયે પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે વશી ગામની સીમમાં રહેતા અલ્પેશજી સોમાજી ડાભી (ઠાકોર) રહે.વશી તા.દાંતા જી.બનાસકાંઠા વાળાના ઘરે પ્રોહી અંગે રેઇડ કરતા મજકુર આરોપી ઘરે હાજર મળી આવેલ નહી અને આરોપીના કબજા ભોગવટાના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂ તથા બીયરની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલ નંગ.૧૩૨ કુલ કિ.રૂ.૨૯૮૫૦/- નો પ્રોહી મુદૃામાલ મળી આવતા સદરહુ આરોપી વિરૂધ્ધ ધી પ્રોહી એકટ કલમ-૬૫એઇ,૧૧૬(૨) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત મીડિયા ક્લબ આયોજિત ‘ભારતકૂલ’ કાર્યક્રમનો અમદાવાદમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી…

1 of 372

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *