Breaking NewsLocal Issues

દ્રારકા જિલ્લાના ભાણવડમાં આ વર્ષ ભારે વરસાદના પગલે ખેડૂતો માટે લીલો દુષ્કાળ સાબિત થવાની ભીતિ

ભાણવડ : દ્રારકા જિલ્લાના ભાણવડમાં આ વર્ષ ભારે વરસાદ પગલે ખેડૂતો માટે લીલો દુષ્કાળ લઈ ને આવ્યો છે સતત વરસી રહેલા વરસાદે ચારે તરફ પાણી ફેરવ્યા હોઈ હાલ ખેડૂતોને મોટુ નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ભાણવડમાં આ વર્ષ પડેલા ભરે વરસાદ કારણે ખેડૂતો મુશ્કેલ વધી રહી છે સતત વરસી રહેલા વરસાદના કારણે મગફળી સાહિતના પાક પાણીમાં ગરકાવ થયા છે સતત વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે ભાણવડમાં આવેલ ખરાવડ વિસ્તારોમાં આવેલ તમામ ખેતરોમાં પાણી ભરાવા ને કારણે ઉભા મગફળી, કપાસ, સહિતના પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતો મોટું નુકસાન આવ્યું છે ત્યારે ભાણવડ પંથકમાં ભારે વરસાદના પગલે સતત ખેતરોમાં પાણી ભરાય રહ્યા છે ખેડૂતો દ્રારા માંગ કરાઈ રહી છે કે સરકાર આ મામલે યોગ્ય વળતર ખેડૂતોને આપે આ સીઝનમાં ભારે વરસાદ થયેલ હોઈ અત્યાર સુધી માં ભાણવડ તાલુકામાં મોસમ નો કુલ વરસાદ 68 ઈંચ નોંધાયો છે ત્યારે ખેડૂતોને ભારે વરસાદના કારણે વ્યાપક જમીન ધોવાણ સહિત ઉભા પાકને પણ વ્યાપક પાણી ભરાઈ જવાના તેમજ પુરના કારણે વ્યાપક નુકસાન થયેલ છે ત્યારે હજુ સર્વે કરવા માટે પણ કોઈ ડોકાયું ન હોઈ તંત્ર જાણે ગાઢ નિંદ્રામાં સુતેલુ હોઈ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી

સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

1 of 345

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *