આનંદ ગુરવ.રિપોર્ટિંગ સુરત.
નવરાત્રિના નવ દિવસ મા દુર્ગાના ભક્તિમાં ભક્તો લીન હોય છે ત્યારે નવરાત્રિ હોવાથી ખેલૈયાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમ્યાન જાહેર તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા કોરોના ને ધ્યાનમાં લઇ શેરી ગરબાઓની પરવાનગી આપવામાં આવી હતી. શેરી ગરબાના આયોજકોએ સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાની guideline નું પાલન કરી આ આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં ભાગ લેનાર ખેલૈયાઓએ વેક્સિનના બન્ને ડોસ લીધા બાદ જ ગરબા ઘુમીયા હતા.
અને અહીં નવરાત્રિના નવે નવ દિવસ અલગ-અલગ એક્ટિવિટી પણ કરવામાં આવતી હોય છે. આઠમના દિવસેલ હોવાથી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ભુલાભાઈ દેસાઇ પાર્ક સોસાયટીમાં આત્મીય યુવા ગ્રુપ દ્વારા ખુબ સરસ ડેકોરેશન સાથે ખેલૈયાઓ એ પણ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ અને ખૂબ મજાની રંગોલી રાધા કૃષ્ણને રાસ રમતા દર્શાવ્યા હતા…
આત્મીય યુવા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવનું સરકારની SOP સાથે આયોજન
આઠમના દિવસે ખેલૈયાઓ અલગ-અલગ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા ઘૂમ્યા
નવેનવ દિવસ અલગ-અલગ એક્ટિવિટીઝ કરવામાં આવી હતી.
માં અંબેની આરતી કરતા ભક્તો