પાટણ તા.૨૪
કોરોના ની બીજી લહેર માં અનેક લોકો બેરોજગાર બન્યા છે ત્યારે આ કપરાં સમયે જરૂરિયાત મંદોને મદદરૂપ બનવા પાટણ શહેર માં અનેકવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેર નાં જાણીતા નિરવ ગાંધી ઓરકેસ્ટ્રા ગૃપ દ્વારા કોરોના નાં સમયમાં ફેસબુક લાઈવ સંગીત નાં કાયૅક્રમો આયોજિત કરી દેશ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો ને નવાં જુનાં હિન્દી, ગુજરાતી ફિલ્મી નાં ફેમસ ગીતો રજૂ કરીને મનોરંજન પુરું પાડવામાં આવી રહ્યું છે તો નિરવ ગાંધી ઓરકેસ્ટ્રા ગૃપ દ્વારા ફેસબુક લાઈવ કાયૅક્રમ અંતગર્ત કોરોના ની મહામારી માં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવાની અપીલ પણ કરવામાં આવી રહી છે જેનાં પગલે વિદેશમાં રહેતા ભારતીય અને ગુજરાતી નાગરિકો પણ જરૂરિયાત મંદ પરિવારો ને મદદરૂપ બનવા આગળ આવી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ નિરવ ગાંધી ઓરકેસ્ટ્રા ગૃપ ના ફેસબુક લાઈવ દ્વારા કરવામાં આવેલ અપીલને ધ્યાનમાં રાખીને યુ.કે.સ્થિત ગુજરાત નાં અલ્પેશભાઈ અમીન પરિવાર દ્વારા પાટણ શહેર નાં કલા સંગીત સાથે સંકળાયેલા અને કોરોના નાં કપરાં સમયે ધંધા રોજગાર ન મળવાથી આર્થિક મુશ્કેલી અનુભવી રહેલાં કલાકારો નાં પરિવારજનો ને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે ની કીટ સ્વરમ ફાઉન્ડેશન નાં માધ્યમથી અપૅણ કરવામાં આવી હતી.
નિરવ ગાંધી ઓરકેસ્ટ્રા ગૃપ પાટણ દ્વારા ફેસબુક લાઈવ કાયૅક્રમ અંતગર્ત કરાયેલી અપીલના પગલે જરૂરિયાત મંદ કલાકારો નાં પરિવારજનો ને રાશન કીટ ઉપલબ્ધ બનતાં કલાકારોએ નિરવ ગાંધી ઓરકેસ્ટ્રા ગૃપ પાટણ તેમજ યુ.કે.સ્થિત અલ્પેશભાઈ અમીન પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.