એકડમી નાં ઓનર નિરવ ગાંધી સહિત નાં મહાનુભાવો એ કલાકારોને શુભકામનાઓ પાઠવી..
પાટણ તા.9
સંગીતની નગરી પાટણ શહેરમાં સંગીત ક્ષેત્રે પ્રગતિ સાધનાર નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી માં સંગીતનું જ્ઞાન લેવા આવતાં સંગીતપ્રેમીઓ દ્વારા દરેક તહેવારો ને પરિવાર ની ભાવના સાથે ઉજવવામાં આવતા હોય છે ત્યારે દિપાવલી નાં પાવન પર્વ ની પણ નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી નાં સંગીતપ્રેમીઓ દ્વારા ઉષૉઉલ્લાસ પૂર્ણ માહોલમાં ઉજવણી કરી એક બીજા ને મો મીઠું કરાવી દિપાવલી પર્વ ની શુભકામના પાઠવી નૂતનવર્ષ નાં આગમનને વધાવવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ લાભ પાંચમ નાં પવિત્ર દિવસે નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી દ્વારા સંગીત નાં સાત સૂરોની શુભ શરૂઆત માં સરસ્વતી ની પુજા અર્ચના સાથે કરવામાં આવી હતી.નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી માં સંગીતનું જ્ઞાન લેવા આવતાં તમામ સંગીતપ્રેમીઓ એ ક્રમશઃ માં સરસ્વતી ની પ્રતિમાને પુષ્પાંજલિ સાદર કરી નિરવ ગાંધી મ્યુઝિક એકડેમીના તમામ સંગીતકારો,ગાયક કલાકારો દેશ વિદેશમાં પોતાની ખ્યાતિ પ્રાપ્ત કરી સંગીત ની નગરી પાટણ શહેર નું નામ રોશન કરે તેવી પ્રાથૅના વ્યક્ત કરી હતી.લાભ પાંચમ નાં પવિત્ર દિવસ થી નવા વર્ષ ની શુભ શરૂઆત ના પાવન પર્વ પ્રસંગે નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી નાં ઓનર નિરવ ગાંધી સહિત નાં મહાનુભાવો એ ઉપસ્થિત રહી સંગીત માં રૂચિ ધરાવતા કલાકારો ને આશિર્વચન પાઠવ્યા હતા.
રિપોર્ટ બાય દિનેશ ચૌધરી પાટણ