પાલનપુર: ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી થી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દી તરીકે ઓળખ ધરાવતા એવા રાકેશ લાલચંદભાઈ શર્મા થોડા દિવસ અગાઉ સંક્રમણને લીધે કોરોના સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા સિવિલ હોસ્પિટલની સુંદર કામગીરી અને ડોક્ટરોની કામગીરીના લીધે રાકેશ શર્મા કોરોના ને હરાવીને અંબાજી આવ્યા હતા પાલનપુર સિવિલ હોસ્પિટલ સ્ટાફ તરફથી અને ત્યાં ફરજ બજાવતા ડોક્ટરો તરફથી રાકેશ શર્માની અને અન્ય બીજા દાખલ દર્દીઓની સુંદર સારવાર કરતા સમાજના સાચા કોરોના વોરિયર્સ નું રાકેશ શર્મા તરફથી માતાજીની મૂર્તિ અને પ્રસાદ આપીને સન્માન કરાયું હતું
રાકેશ શર્મા અંબાજી દર્શન પથ પર સોડા શરબત ની લારી ધરાવે છે અને તાજેતરમાં કોરોના સંક્રમણ ના લીધે તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડતી હતી એટલે તેમને દાંતા ખાતે રેપિડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરાયો હતો જે ટેસ્ટ નો રિપોર્ટ તેમનો નેગેટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમના શરીરમાં તકલીફ વધુ રહેતા તેમને દાંતા ખાતે RTPCRનો ટેસ્ટ કર્યો ત્યારે તેઓ પોઝિટિવ આવ્યા હતા એટલે તેમને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કોરોના જનરલ વોર્ડમાં રાકેશ શર્મા લગભગ દસ દિવસ સુધી કોરોના સામે ત્યાં ફરજ પર હાજર ડોક્ટર અને સ્ટાફ દ્વારા સારવાર કરાવી હતી જેમાં તેઓ કોરોનાને હરાવીને પોતાના ઘરે પરત ફર્યા હતા, સમાજના સાચા કોરોના વોરિયર્સ એવા મેડિકલ વિભાગના વહીવટી અધિકારી જીગ્નેશભાઈ પટેલ અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર સુનિલ ભાઈ જોશી ને માતાજી ની પ્રતિમા અને પ્રસાદ આપી રાકેશ શર્મા દ્વારા તેમનું સન્માન કરાયું હતું
રાકેશ શર્માએ જણાવ્યું હતું કે જો હું પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો હોત તો હું મારા ઘરે પરત ન આવી શક્યો હોત, પરંતુ પાલનપુર સિવિલ હોસ્પિટલની સુંદર કામગીરી ના લીધે અને સુંદર સારવાર ના લીધે હું આજે સ્વસ્થ થઈને મારા ઘરે પરત આવ્યો છું અને હાલમાં મને ઘણું સારું છે હું સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ લોકો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છુ