💫 મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
💫 શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ
💫 હેડ.કોન્સ યશવંતસિંહ, રાજેશકુમાર,તથા પો.કોન્સ જોરાવરસિંહ,ગજેન્દ્રદાન દિલીપસિંહ,નિશાંત પાલનપુર તાલુકા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના *હેડ.કોન્સ યશવંતસિંહ* નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અમીરગઢ તરફથી એક હોન્ડા સીટી ગાડી નં.GJ-02-CG-7457 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી ચિત્રાસણી તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે નાકાબંધી કરી પોલીસ નાકાબંધી જોઈ ગાડી ભગાડતાં પીછો કરી પકડી પાડી સદરે ગાડીમાંથી બોટલ નંગ-600/- કિ.રૂ.73,680/- તથા હોન્ડા સીટી ગાડીની કિ.રૂ.1,00,000/- તથા મોબાઈલ નંગ-2 કી.રૂ.5500 મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.1,79,180/-ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક નટુભાઈ ભાઈલાલભાઈ સોલંકી (ઓડ) રહે.ભાવનગર તથા નરેશભાઈ રતિલાલ વસાવા રહે.ઝોખલા તા.વાલિયા જી.ભરૂચવાળાઓ મળી આવતા તેના વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
અંબાજી પ્રહલાદ પૂજારી