રિપોર્ટિંગ આનંદ ગુરવ (સુરત)
કોરોના કાળ બાદ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ખૂબ જ તેજ ગતિથી આગળ વધી રહ્યો હતો.દિવાળીમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો.દિવાળી બાદ તમિલનાડુ અને કેરલાનો પોંગલ સવથી મોટો તહેવાર કહેવાય છે
દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળમાં વરસાદથી થયેલી અતિવૃષ્ટિને કારણે અનેક જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત થયા હોવાને કારણે પોંગલના તહેવારમાં સાડીઓની ડિમાન્ડ નહીં રહે. બંને રાજ્યો વરસાદી પૂરના કારણે જનજીવન ઠપ થઇ ગયું છે. જે કેટલાક ઓર્ડર આવ્યા હતા તે પણ વેપારીઓ દ્વારા કેન્સલ કરી દેવામાં આવ્યા છે. ઓનલાઈન ઓર્ડર પણ નથી આવી રહ્યા.જેથી સુરત ટેક્સટાઈલ ઉદ્યોગને પોંગલના તહેવારમાં નુકસાનીનો અંદાજો સેવી રહ્યા છે.
સાંઈ લીલા હાઉસ સ્ટાફ સારીકા જૈનએ જણાવ્યું હતું કે દિવાળીમાં થયેલા ફેરફારને કારણે વેપારીઓ ખુબ જ ખુશ હતા. દિવાળીની સિઝન બાદ લગ્નસરાની સિઝન પણ ખૂબ જ સારી રીતે જાય તેવી અપેક્ષાઓ વેપારીઓ સેવી રહ્યા હતા. સુરતથી દક્ષિણ ભારતનું એક મોટું માર્કેટ છે કે જેમાં કરોડો રૂપિયાનો વેપાર થતો હોય છે. અચાનક આવેલા વરસાદના કારણે પોંગલના તેવારમાં કરોડની નુકસાની આવે તેવું લાગી રહ્યું છે. દર વર્ષે પોંગલના તહેવારમાં સારો વેપાર થતો હોય છે. તમિલનાડુ અને કેરળમાં જનજીવન ઉપર માઠી અસર થવાને કારણે ત્યાં વેપારીઓ માર્કેટ ખુલી શકે તેમ નથી. અને નવા ઓર્ડર પણ નથી મળી રહ્યા.