ઓડિશા: કંધમાલ સંસદીય મત વિસ્તારના સાંસદ અને કે.આઈ.આઈ.ટીના સંસ્થાપક પ્રોફેસર અચ્યુતા સામંતા ભારતીય વૉલીબૉલ સંઘ (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા (વી.એફ.આઈ.)ના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા. તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના આ સર્વોચ્ચ પદ માટે ચૂંટાનારા ઓડિશાના પહેલા વ્યક્તિ છે. હવે પ્રોફેસર સામંતાને ઓલંપિક એસોસિએશન ઑફ ઈન્ડિયાના સભ્ય બનવાનો અધિકાર મળ્યો છે. આ ન માત્ર ઓડિશા વૉલીબૉલ એસોસિએશન માટે એક મહાન સમ્માન છે પરંતુ ઓડિશા માટે પણ ગૌરવની વાત છે. ઓડિશા વૉલીબૉલ એસોસિએશને પ્રોફેસર સામંતાને આ સિદ્ધી માટે અભિનંદન આપ્યા. સાથે જ ભવિષ્યમાં કરવામાં આવનાર પ્રયાસો માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. પ્રોફેસર સામંતા ઉપરાંત પંજાબના રાજ કુમારને કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. જ્યારે 9 અન્યને વી.એફ.આઈ. (વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયા)ના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે. રાજસ્થાનના અનિલ ચૌધરી વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના મહાસચિવ તરીકે બિનહરીફ ચૂંટાયા. નવી ચૂંટાયેલી આ બોડીનો કાર્યકાળ 2020થી 2024 સુધી છે. પ્રોફેસર સામંતાએ તેઓને અધ્યક્ષ તરીકે ચૂંટવા બદલ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાનો આભાર માન્યો. પ્રોફેસર સામંતાએ કહ્યું કે તેઓ વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાને એક નવી ઉંચાઈઓ પર પહોંચાડવા પ્રયાસ કરશે
પ્રોફેસર અચ્યુતા સામંતા વૉલીબૉલ ફેડરેશન ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
Related Posts
રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા ધોરડોની મુલાકાતે, કલાકારો અને પ્રવાસીઓને મળ્યા
ભુજ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત પ્રવાસન…
જેસલમેરમાં 160 કિલોમીટરની અલ્ટ્રા મેરેથોન પૂરી કરતા યશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સચિન શર્મા
અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સેક્રેટરી સચિન શર્મા (IRTS…
આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ પર દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય કાર્યરત લોકોને પુરસ્કારો એનાયત કરતા રાષ્ટ્રપતિ
એબીએનએસ દિલ્હી: વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ 2024ના પ્રસંગે, ભારતના…
આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…
ગારીયાધાર શહેરમાં પાણીની અતિ વિકટ તંગી અને અવ્યવસ્થિત વિતરણ ને કારણે પ્રજાના હિતમાં થશે ઉપવાસ આંદોલન : ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી
૧૦૧ ગારીયાધાર વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા મામલતદારને રજુઆત…
અમદાવાદ ખાતે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રૂપ-૨ના યજમાન સ્થાને ‘DGP કપ ચેસ અને ફૂટબૉલ ટૂર્નામેન્ટ-૨૦૨૪’નો પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨ના યજમાન સ્થાને…
શાળાની આકસ્મિક મુલાકાત લઈ ભૂલકાઓ સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કરતા શિક્ષણ રાજ્યમંત્રી
સુરત:સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ નગર પ્રાથમિક શિક્ષણ…
વડનગરના યુવાન ઉર્વિલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું
એબીએનએસ વડનગર: વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે. તાના અને રીરી બે બહેનોએ…
દિલ્હી ખાતે પીએમ મોદીનો રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલને લઈ આભાર વ્યક્ત કરતા ગુજરાતના રાજ્યપાલ.
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના…
બંધારણ દિવસ અને રાષ્ટ્રીય અખંડતાના શપથ લેવડાવતા રાજ્યપાલ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બંધારણ દિવસ; 26 નવેમ્બરના…