➡પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયા તથા પેરોલ ફર્લો તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
➡ ગઇકાલ તા.૨૧/૦૨/૨૦૨૨નાં રોજ ભાવનગર,એલ.સી.બી/પેરોલ ફર્લો. સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો. હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૪૭/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૪૮૯(ક) વિગેરે મુજબનાં ગુન્હામાં આજીવન કેદની રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતાં ભુપતભાઇ પોપટભાઇ ઝાપડિયા રહે.બ્લોક નંબર-૨, ૨૫ વારીયા, ભાવનગરવાળો વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ. જે હાલ તેનાં રહેણાંક મકાને જ હાજર છે. જેથી સ્ટાફનાં માણસો સાથે તેનાં રહેણાંક મકાને તપાસ કરતાં પાકા કામનાં કેદી ભુપતભાઇ પોપટભાઇ ઝાપડિયા ઉ.વ.૫૧ રહે.બ્લોક નંબર-૨,૨૫ વારીયા, ભાવનગરવાળા હાજર મળી આવેલ. જેથી તેને હસ્તગત કરી કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ રીપોર્ટ આવતાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
➡આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા, પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા તથા પી.આર.સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં ભયપાલસિંહ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા, મહેન્દ્દભાઇચૌહાણ,જયદિપસિંહ ગોહિલ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં.