જે ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન આજરોજ ગાંધીધામ ના પ્રથkમ નાગરિક ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી ઈસીતાબેન તિલવાની ના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત ઊપસ્થિત મહેમાનો શ્રી લક્ષ્મણ ડારીયાની ગાંધીધામ કોલેજ બોર્ડ ડાયરેક્ટર ગાંધીધામ મામલતદાર શ્રી મેહુલ ડભાની અને તોલાણી કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી મનીષ પંડ્યા સાહેબ ક્ષેત્રિય પ્રચાર અધિકારી શ્રી કમલેશભાઈ મહેશ્વરી દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરુઆત કરવામાં આવેલ હતી આ પ્રસંગે તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ સુશીલ ધાર માની અને તોલાણી ફાર્મસી કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ ભરત ચૌધરી સર હાજર રહેલ આ ચિત્ર પ્રદર્શન અંતર્ગત તોલાણી કોમર્સ કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રંગોળી નિબંધ અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિજેતાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તોલાણી કોમર્સ કોલેજના પ્રિન્સિપલ શ્રી પંડ્યા સાહેબ દ્વારા મહેમાનોનું શાબ્દિક તેમજ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું ત્યારબાદ આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખશ્રી ઈસીતાબેન ટીલવાણીએ પ્રસંગને અનુરૂપ સંબોધન આપેલ અને આવા કાર્યક્રમો સરકાર દ્વારા યોજાય છે તે સરાહનીય છે તેવું જણાવેલ કાર્યક્રમની શરૂઆતમાં એનસીસીના કેડેટસ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં એન.એસ.એસ.ના ઈન્ચાર્જ અધિકારીશ્રી ડૉ કલ્પેશ મચ્છર અને સી સી ના ઈન્ચાર્જ અધિકારીશ્રી ગૌરવ ઠાકોર ઉપસ્થિત રહેલ આ ચિત્ર પ્રદર્શન અંતર્ગત સોંગ એન્ડ ડ્રામા ડિવિઝન નાં જવનિકા આર્ટ ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ સ્વચ્છ ભારત અભિયાન કોરોના જાગૃતિ વિષય ઉપર નાટક દ્વારા જન જાગૃતિ ફેલાવવામાં આવેલ હતી ત્યાર બાદ ઉપસ્થિત મહેમાનોએ પ્રદર્શન નિહાળી આ ચિત્ર પ્રદર્શન ની ખૂબ સરાહના કરેલ હતી ત્યાર બાદ ક્ષેત્રીય લોક સંપર્ક બ્યુરો ભુજ ના ક્ષેત્રિય પ્રચાર અધિકારી કે આર મહેશ્વરી એ જણાવેલ કે આદિપુરની જનતા બે દિવસીય અમારી ચિત્ર પ્રદર્શન ની નો બહોળી સંખ્યામાં લાભ લે. ત્યારબાદ તોલાણી કોમર્સ કોલેજ ના પ્રીન્સીપાલ શ્રી મનીષ પંડ્યા દ્વારા
ક્ષેત્રીય લોક સંપર્ક બ્યુરો ભુજ ના કે આર મહેશ્વરી મહેશ ઞુસાઈ અને ભાવિક સુતરિયા એ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Reporter Karishma Mani Kutch