ભાવનગર જિલ્લામાં ઘણા લાંબા સમયથી ખનિજ ચોરી અંગે ના બનાવો સામે આવ્યા છે. જેને લઇને ભાવનગર ખાણ ખનીજ વિભાગ તંત્ર એલાર્ટ થયું છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ જગ્યાઓ પર ખનીજ ચોરી રોકવા અંગે પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા ખાતે શેત્રુંજી નદી માંથી રેતી ચોરી કરાતી હોવાની મળેલી બાતમીના આધારે ખાણખનીજ વિભાગના અધિકારીઓએ રેડ કરી હતી. આ રેડ દરમિયાન રેતી ચોરી મામલે એક જેસીબી મશીન ને ઝડપી લીધું હતું. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા કરેલી રેડ દરમિયાન રૂપિયા ૪૦ લાખના મુદ્દામાલ સાથે જેસીબી મશીન ને ડીટેઈન કરી તળાજા પોલીસ મથકમાં સોપી આપ્યું હતું. તળાજા ખાતે કરેલી રેડમાં ખાણ ખનીજ વિભાગના એ.એચ.લખા સહીતના અધિકારીઓ જોડાયા હતા.
અલ્પેશ ડાભી બ્યુરો ચીફ ભાવનગર