ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરિક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી. એન. જી. જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં ગુન્હાના નાસ્તા ફરતા આરોપી ઓ તથા જેલ માંથી પેરોલ રજા ઉપર છુટેલ અને હાજર નહી થયેલ આરોપીને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.
ગંગાજળીયા પો.સ્ટે.ના I-ગુ.ર.નં.- ૨૫/૧૮ IPC કલમ-૩૦૨ વિ. મુજબના ગુનાના કાચા આરોપી નં.-૬૧/૨૦૨૦ સરફરાજભાઈ ઉર્ફે સફુ ફારુકભાઈ લાખાણી ઉ.વ.૩૯ રહે. આંબાચોક, માળીનો ટેકરો, ભાવનગર હાલ ભાવનગર મધ્યસથ જેલ, ભાવનગર વાળાને ગઇ તા.૧૪/૧૧/૨૦૨૦ થી તા.૨૨/૧૧/૨૦૨૦ દીન-૦૭ ના વચ ગાળાના જામીન ઉપર રજા આપવામા આવેલ હતી. અને તા.૨૨/૧૧/૨૦૨૦ ના રોજ હાજર થવાનુ હોય પરંતુ હાજર થયેલ નહી અને ફરાર થયેલ હતો.
ભાવનગર, પેરોલ ફર્લો સ્કોડના માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર જીલ્લા જેલનો કાચા કામનો આરોપી સરફરાજભાઈ ઉર્ફે સફુ ફારુક ભાઈ લાખાણી વાળો પથીકા આશ્રમ શાક માર્કેટ પાસે ઉભો હોવાની બાતમી મળતા જેથી પેરોલ ફર્લો સ્ટાફના માણસો શાક માર્કેટ જઇ મજકુર પેરોલ જંપ કાચા કેદી નંબર ૬૧/૨૦૨૦ સરફરાજભાઈ ઉર્ફે સફુ ફારુકભાઈ લાખાણી રહે. આંબાચોક, માળીનો ટેકરો, ભાવનગર વાળાને પકડી લઇ તેની અટકા યત કરી ભાવનગર જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં એ.એસ.આઇ. કિરીટભાઇ પંડયા તથા પો.કો ઇમ્તીયાઝભાઇ પઠાણ તથા પો.કો જયદીપસિંહ ગોહીલ તથા શકિત સિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.