Breaking NewsEntertainment

મધુબાલાના આર કે મારા હૃદયની ખૂબ નજીક છે- વિવિયન ડીસેના કહે છે

દર્શકો માટે એક રોમાંચક આશ્ચર્ય આવે છે, કલર્સનો લોકપ્રિય શો મધુબાલા-એક ઈશ્ક એક જુનૂન જેમાં વિવિયન ડીસેના આરકેના રોલમાં અને દ્રષ્ટિ ધામી મધુબાલા તરીકે આવે છે, તે ટેલીવિઝન સ્ક્રીન પર પાછો આવે છે. દર્શકોને મધુબાલા અને આરકે દિલોજાનથી પ્રેમમાં ડૂબેલા હતાં તે ઘુમાવદાર કહાનીમાં લઇ જશે. સુપરસ્ટાર આરકેનો રોલ કરતો વિવિયન ડીસેના આ રોલ કર્યા પછી રાષ્ટ્રનો ધબકતો હીરો બન્યો છે, તે જણાવે છે આ ચરિત્ર એના માટે હમેશાં અનોખું રહેશે અને આરકેએ તેના ઘડતરમાં મોટો ભાગ ભજવ્યો છે.

વિવિયન ડીસેના વધુમાં જણાવે છે, “આરકેનું ચરિત્ર મારા દિલની ખૂબ નજીક છે, આ શોએ ઉદ્યોગમાં સીમાચિહ્ન ઊભું કર્યું છે. એ ખૂબ ગાઢ પ્રેમની કથા હતી જેની લોકો આજે પણ વાતો કરે છે અને આનંદથી જુએ છે. મધુબાલાએ મારી એક કલાકાર તરીકેની કારકિર્દીમાં ફાળો આપ્યો છે. દર્શકોએ મને આ માટે જે પ્રેમ આપ્યો છે તેના માટે હું સદા તેમનો ઋણી રહીશ. એ ફરીથી કલર્સ પર પ્રસારિત થઇ રહ્યો છે હું આશા રાખું કે દર્શકો ફરી એના અને ચરિત્રોના પ્રેમમાં પડવા તૈયાર હશે. આ શોમાં ઘણો પરિશ્રમ થયો છે અને એ જાણીને ગૌરવ થાય છે કે દર્શકો ફરી એક વાર તેને બ્લોક -બસ્ટર બનાવવા તૈયાર છે.”

#મદહોશીની બપોર: તમારી મદહોશીનો રોજનો ડોઝ મેળવો! જુઓ મધુબાલા સોમવારથી શુક્રવાર બપોરે 2.30 વાગે માત્ર કલર્સ પર.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 375

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *