અખંડ ભારતના નિર્માણમાં સૌપ્રથમ પોતાનું રજવાડું સમર્પિત કર્યું હતું. તેમજ ઇતિહાસમાં એવા ઘણા એવા કાર્યો છે. જેમને દેશના સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે તેવું અભિયાન લઈને નીકળેલા જીજ્ઞેશ કંડોલીયાએ છેલ્લા 2 વર્ષથી આજ સુધી ગુજરાતના ખ્યાતનામ અંતરરાષ્ટ્રીય કથાકાર પૂ.મોરારીબાપુ તેમજ ભાવનગરના પૂર્વ સાંસદ એવા રાજેન્દ્રસિંહ રાણાને રૂબરૂ મળીને આ અભિયાનમાં સરકારમાં રજુઆત થાય એવી અપીલ પણ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની 110મી જન્મજયંતી નિમિત્તે ભાવનગર વકીલ બાર એસોસિએશન પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ડાભી દ્વારા તેમજ ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલના સભ્ય એવા અનિરુદ્ધસિંહ ઝાલા તેમજ વકીલ મંડળ દ્વારા મહારાજાને જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને સાથો સાથ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર દ્વારા ભારત રત્નની માંગ કરવામાં આવી હતી અને અને આ આભિયાનના સંચાલક જીજ્ઞેશ કંડોલીયાને આ અભિયાન માટે શુભકામનાઓ પાઠવી હતી અને લેખિત સમર્થન પૂરું પડ્યું હતું .
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર