ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જિલ્લા વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા તથા મિલ્કત સબંઘી ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૯૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી જીવનભાઇ રાયસિંગભાઇ મોરે રહે.લલવાનીયા, તા.પાનસેમલ, જી.બડવાની રાજ્ય મધ્યપ્રદેશ વાળો હાલ શેરૂલ ગામ તા.માલેગાવ, જી.નાસીક, રાજ્ય મહારાષ્ટ્ર ખાતે રહે છે અને ખેત મજુરી કામ કરે છે જે બાતમી આધારે મહારાષ્ટ્ર રાજ્યના માલેગાવ પો.સ્ટે.ના શેરૂલ ગામમાં સરકારી સ્કુલની બાજુમાં આવેલ મેદાનમાં તપાસ કરતા એક ઝુપડામાં એક પુરૂષ ઇસમ મળી આવતા તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ જીવનભાઇ રાયસિંગભાઇ મોરે ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.લલવાનીયા, તા.પાનસેમલ, જી.બડવાની રાજ્ય મધ્યપ્રદેશ હાલ શેરૂલ ગામ તા.માલેગાવ, જી.નાસીક, રાજ્ય મહારાષ્ટ્ર વાળો હોવાનુ જણાવેલ અને મજકુર આરોપીને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે અંગે રેકર્ડ ઉપર ખરાઇ કરતા મજકુર આરોપી મહુવા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૯૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હોય, જેથી મજકુર આરોપી સામે ઘોરણસર કાર્યવાહી કરી શેરૂલ ગામ તા.માલેગાવ, જી.નાસીક, રાજ્ય મહારાષ્ટ્ર ખાતેથી લાવી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા નરેશભાઇ બારૈયા તથા ભદ્રેશભાઇ પંડયા તથા ડ્રા.પો.કોન્સ. ચીરંતનભાઇ રાવળ તથા હારીતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા