– 852 ખેલાડીઓ માં મહેસાણા ની પૂજા પટેલ પ્રથમ આવી
– ત્રણ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત અને મહેસાણા નું નામ રોશન કર્યું
અમદાવાદ ખાતે યોજાયેલી 2જી રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશીપ માં સમગ્ર ભારત ભર માંથી અલગ અલગ રાજ્ય માંથી ઓનલાઈન અને ઓફલાઇન સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 852 ખેલાડીઓ એ ભાગ લીધો હતો
અમદાવાદ ના સરખેજ ગાંધીનગર રોડ પર આવેલ લકુલીશ યોગ યુનિવર્સિટી માં આ પોગ્રામ યોજાયો હતો જ્યાં 26 રાજ્ય માંથી મોટી સંખ્યામાં સર્પધકો ઓનલાઈન અને ઓફલાઇન મોડ માં જોડાયા હતા જ્યાં 852 ખેલાડીઓ માંથી 244 ની પસંદગી ના ખેલાડીઓ એડવાન્સ રાઉન્ડ માટે ભાગ લીધો હતો એ પોગ્રામ માં પરંપરાગત યોગાસન ની વિવિધ સર્પધાઓ યોજાઈ હતી જેવી કે કલાત્મક એકલ,કલાત્મક જોડી અને લયબદ્ધ જોડી વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું
સમગ્ર સ્પર્ધા માં ગુજરાત રાજ્યની યોગાસન ટીમે સારું પ્રદારન કરી ચેમ્પિયન બની સમગ્ર પ્રદર્શન માં પશ્ચિમ બંગાળ રાજ્ય ની ટિમ બીજા ક્રમે અને તમિલનાડુ રાજ્યની ટિમ ત્રીજા સ્થાને આવી હતી જેમાં ગુજરાત ની યોગાસન ખેલાડી પૂજા પટેલે ત્રણ ગોલ્ડ મેડલ મેળવી ગુજરાત નું ગૌરવ વધાર્યું હતું
સમગ્ર કાર્યક્રમ નું આયોજન નેશનલ યોગ સ્પોર્ટસ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં પસંદ કરાયેલા વિજેતા ખેલાડીઓ આગામી ખેલો ઇન્ડિયા તેમજ આગામી એશિયન યોગાસન સ્પોર્ટ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે