પેટા ચૂંટણી હારતા ખેડૂતોની શક્તિ સામે સરકાર હારી,
કેન્દ્ર સરકાર ખેડૂતોનુ હિત ઇચ્છતી હોય તો MSP નક્કી કરી આપે કેન્દ્રની વર્તમાન ઉદ્યોગોની તરફેણ કરતી ભાજપ સરકાર દ્વવારા ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા પસાર કરી દેશમાં અમલીકરણ માટે તત્પર બની દેશના ખેડૂતો અને ખેતીને બરબાદ કરવાની તૈયારી કરી હતી તેની સામે દેશના ખેડૂતોએ છેલ્લા ઘણા સમય થી મોરચો માંડીને આંદોલન ના સુર છેડ્યા હતા જોકે સરકારે આંદોલકારી ખેડૂતોને અનેક રીતે પરાસ્ત કરવા માટે તમામ પ્રયત્ન અને તરકીબો કર્યા પછી પણ જગતના તાત ટસના મસના થતા અંતે કડકડતી ઠંડી,તાપ અને વરસાદમાં પણ આ કાયદાઓ પરત લેવા માટે આંદોલન ચાલુ રાખ્યું જયારે સરકારે આ કાયદા ખેડૂત વિરોધી હોવા છતાં તેમના સારા પાસાને ઉપસાવી યાત્રાઓ કાઢી એજ કાળા કાયદા માટે અંતે સરકારને પેટા ચૂંટણીમાં દેશમાં હાર થતા ખેડૂતોથી ડરી ગયેલી સરકાર આવનારી ચૂંટણીઓમાં સતાથી હાથના ધોવા પાડે તે માટે ચૂંટણીલક્ષી કામગીરી અને નિર્ણયો કરતી આ સરકારે ખેડૂતો સામે હાર સ્વીકારી પોતાની સરકારના બનાવેલા ઉદ્યોગપતિઓ ના ફાયદા માટે બનાવેલા પરત લેવા પડ્યા છે ત્યારે ઈસુદાન ગઢવી ના જણાવ્યા અનુસાર મારાં પ્રાણ સમા ત્યારે ખેડૂતોની જીત થતા આજે મારાં ખેડૂતોની જીતની દિવાળીના ફટાકડા ફૂટી રહ્યા છે. હજુ જો સરકાર ખેડૂતો નુ હિત ઈચ્છી ને ખેડૂતો માટે MSP નક્કી કરી ખેડૂતલક્ષી નિર્ણય લે તે ખુબ જરૂરી છે આજે મારાં ખેડૂતને તેના ઉત્પાદન ના પોક્ષણક્ષમ ભાવ મળવા જોઈએ અને તે આપવા એ દેશની સરકારની જવાબદારી છે આમ કેન્દ્ર સરકાર દ્વવારા ખેડૂતો સામેના ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચાતા આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતા અને ખેડૂતોના મસીહા ઈસુદાન ગઢવીને ખેડૂતોની જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને સાથે સાથે ખેડૂતો માટે MSP ની પણ માંગણી કરી છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા