💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, ડો. રવિન્દ્ર પટેલસાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા,શ્રી પી.આર.સરવૈયા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
💫 આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન માર્કેટીંગ યાર્ડ સામે, ફુલસર તરફ જવાનાં રસ્તે ખાંચા ઉપર આવતાં બાતમીરાહે હકિકત મળેલ કે,એક માણસે મહેંદી કલરનું અડધી બાયનું ટીશર્ટ તથા જીન્સ પેન્ટ તથા બીજા માણસે આછા પીળા કલરનો શર્ટ તથા ખાખી તથા કાળા કલરનું નાઇટ પેન્ટ (લોઅર ટ્રેક) પહેરેલ બે હિન્દી ભાષી માણસો આખલોલ જકાતનાકા પુલ પાસે,ટોયોટા શો રૂમની પાસે અમુક માણસોને મોબાઇલ બતાવી વેચવાનો પ્રયાસ કરે છે. તેઓ પાસે પાંચ જેટલાં મોબાઇલ ફોન છે.જે તેઓ કયાંકથી ચોરી કરી લાવેલ હોવાની શંકા છે. જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં ઉપરોકત હકિકતવાળા મહેંદી કલરનું અડધી બાયનું ટીશર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ નાઝીમ સ/ઓ મહેરબાન વાસલખાં શેખ/મુસ્લીમ ઉ.વ.૨૪ ધંધો-શાકબકાલા/ફ્રુટનો રહે.દૌલતગઢ થાના-દેહાત કોતવાલી તા.જી.બુલંદશહેર ઉત્તર પ્રદેશ હાલ-ફતેહવાડી,કેનાલ પાસે,સરખેજ જી.અમદાવાદવાળો હિન્દીભાષી મળી આવેલ. તેની અંગજડતી કરતાં તેની પાસેથી નીચે મુજબનાં શંકાસ્પદ ત્રણ મોબાઇલ ફોન, પાવડરની પડીકી,રોકડ રૂપિયા, ડ્રાયવીંગ લાયસન્સ તથા આધાર કાર્ડ મળી આવેલ.
1️⃣ આછા લીલા કલરનું પારદર્શક કવર ચડાવેલ આછા વાદળી કલરનો વિવો કંપનીનો મોડલ નં.V2029 IMEI નં. 865752051105096/865752051105088 માય જીયો એપ્લીકેશનમાં Nazim Ali સીમ નં. 9149191412 લખેલ મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
2️⃣ કાળા કલરનો વિવો કંપનીનો મોડલ નં.VIVO2018 IMEI નં.8606880573 92897/860688057392889 સીમકાર્ડ નં.9058045863વાળો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
3️⃣ સીલેટીયા કલરનો વિવો કંપનીનો મોડલ નં.V2036 IMEI નં.86816505 8974751/868165058974744 સીમ કાર્ડ નં. 9316409075વાળો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
4️⃣ એક સફેદ કલરનાં કાગળની પડીકીમાં આછા કેસરી જેવાં કલરની ભુકીવાળો પાવડર ભરેલ જે કિ.રૂ.૦૦/-
5️⃣ ભારતીય ચલણની રૂ.૫૦૦ X ૦૪, ૨૦૦ X ૦૩, ૧૦૦ X ૦૩ મળી કુલ રૂ.૨,૯૦૦/-
6️⃣ નાઝીમ મહેરબાન શેખનાં નામનું ઉત્તર પ્રદેશ સરકારનું UP162022000 0682 નું ડ્રાયવીંગ લાયસન્સ તથા નાઝીમ મહેરબાન શેખનાં નામનું ભારત સરકારનું આધાર નંબર-7755 5028 0763 નું છે. જે કિ.રૂ.૦૦/-
💫આછા પીળા કલરનો શર્ટ તથા ખાખી તથા કાળા કલરનું નાઇટ પેન્ટ (લોઅર ટ્રેક) પહેરેલ ઇરફાન સ/ઓ મતલુ મકબુલ્લા શેખ/મુસ્લીમ ઉ.વ.૩૫ ધંધો-ફ્રુટની લારી રહે.જમીલભાઇનાં મકાનમાં, મોરૈયા પાટીયા,ચાંગોદર જી.અમદાવાદ મુળ-હાજીપુર ભટૌલા થાના-દિહાત તા.કુરજા જી.બુલંદશહેર ઉત્તર પ્રદેશ વાળાની અંગજડતીમાંથી નીચે મુજબ નાં શંકાસ્પદ મોબાઇલ ફોન-૦૨ તથા રોકડ રૂપિયા મળી આવેલ.
1️⃣ કાળા-સફેદ કલરનું પારદર્શક કવર ચડાવેલ આછા વાદળી કલરનો વિવો કંપનીનો મોડલ નં.V2052 IMEI નં. 867323053934772/867323053 934764 સીમ નં.7487925629 વાળો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
2️⃣ આછા લીલા કલરનું પારદર્શક કવર ચડાવેલ આછા ભુરા કલરનો MI કંપનીનો RED MI IMEI નં. 867521049025460/867521049 025478 તથા સીમ કાર્ડ નં.79061 40607વાળો મોબાઇલ કિ.રૂ. ૫,૦૦૦/-
3️⃣ ભારતીય ચલણની રૂ.૫૦૦ X ૦૨, ૧૦૦ X ૦૯,૫૦ X ૦૧ મળી કુલ રૂ.૧,૯૫૦/-
💫 આમ, ઉપરોકત કુલ રૂ.૨૯,૮૫૦/-નો તમામ મુદ્દામાલ કબ્જે કરી બંને ઇસમોને હસ્તગત કરવામાં આવેલ.
💫 આ મજકુર બંને ઇસમોની પુછપરછ કરતાં નાઝીમ મહેરબાન શેખે જણાવેલ કે, તેણે તથા ઇરફાન શેખે ગઇકાલે માર્કેટીંગ યાર્ડમાં ટ્રકવાળા તથા બીજા માણસો મળી કુલ-૦૫ માણસોને ચામાં પાવડર ભેળવી પીવરાવી બેભાન કરી દીધેલ.તેઓની પાસેથી મોબાઇલ નંગ-૦૪ તથા રોકડ રૂપિયા કાઢી લીધેલ.તે પૈકીનાં બે મોબાઇલ તથા ઉપરોકત રોકડ રકમ હોવાનું અને અગાઉ પણ માર્કેટીંગ યાર્ડમાં બે વાર આવી જ રીતે એક માણસને પાણીની બોટલમાં પાવડર ભેળવી બેભાન કરી તેનો મોબાઇલ તથા રૂ.૧૬,૦૦૦/- લઇ લીધેલ અને બીજા માણસ પાસે સાદો ફોન હોવાથી કાંઇ લીધેલ નહિ હોવાનું જણાવેલ.
💫 આમ, ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફે ગઇ કાલે માર્કેટીંગ યાર્ડ ખાતે બનેલ બનાવનો ગુન્હો ગણતરીનાં કલાકોમાં શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવા તજવીજ કરેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, શ્રી પી.આર.સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફ પો.હેડ.કોન્સ. ભહિપાલસિંહ ચુડાસમા, જયરાજસિંહ જાડેજા,વિઠ્ઠલભાઇ બારૈયા, ઇમ્તીયાઝખાન પઠાણ તથા ટેકનીકલ સેલનાં હરપાલસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા, રઘુભાઇ મકવાણા જોડાયા હતાં.