ગુજરાત રાજ્ય વીજ નિયમન પંચ-GERCના નવનિયુકત સભ્ય શ્રી મેહુલ ગાંધીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ હોદ્દા અને ગુપ્તતાના શપથ મુખ્યમંત્રી કાર્યાલયમાં લીધા હતા.
આ અવસરે ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષ શ્રી આનંદકુમાર તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર વગેરે ઉપસ્થિત રહ્યા હતા
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે વીજ નિયમન પંચમાં અધ્યક્ષ ઉપરાંત બે સભ્યોની નિમણુંક કરવામાં આવતી હોય છે. આ બે સભ્યો પૈકીના એક સભ્ય કાયદા-ન્યાયતંત્રના ક્ષેત્રમાંથી પસંદ કરવામાં આવે છે
તદઅનુસાર રાજ્યના ન્યાયતંત્રમાં જિલ્લા ન્યાયાધિશ તરીકે સેવાઓ આપી તાજેતરમાં નિવૃત્ત થયેલા શ્રી મેહુલ ગાંધીની રાજ્ય સરકાર દ્વારા વીજ નિયમન પંચના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી છે
રાજ્ય સરકાર દ્વારા શ્રી મેહુલ ગાંધીની વીજ નિયમન પંચના સભ્ય તરીકેની નિમણુંક તેઓ હોદ્દાનો પદભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ… ……