આદિવાસી વિસ્તારના 60 થી વધુ ગામોના ખેડૂતોને હવે
એમની ખેતપેદાશો વેચવા બહાર નહિ જવું પડે
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં આજરોજ મેઘરજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના રેલ્લાવાડા ગામે રૂ 6 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન સબ યાર્ડનું સાંસદ દિપસિંહ રાઠોડના હસ્તે દ્વારા લોકાર્પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ ઉપરાંત અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ, જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ,રાજ્ય આદિજાતિ નિગમના ડિરેકટર પી.સી.બરંડા, સાબરકાંઠા બેંકના એમ.ડી.,જિલ્લા સંઘના ડિરેકટર અને મોડાસા તાલુકા સંઘ , સહકારી જિનના ચેરમેન
અને ધી ગુજરાત સ્ટેટ કો – ઓપ. ગ્રેઇન ગોઅર્સ ફેડરેશનના ડિરેકટર પંકજભાઈ પટેલે ઉપસ્થિત રહીને પ્રાસંગિક ઉદબોધનમાં મેઘરજ એપીએમસીની પ્રગતિની સરાહના કરી એપીએમસીના ચેરમેન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બિરદાવ્યા હતા. મહેમાનોએ જણાવ્યું હતું કે
આદિવાસી વિસ્તારના 60 થી વધુ ગામોના ખેડૂતોને હવે
એમની ખેતપેદાશો વેચવા બહાર નહિ જવું પડે.અગાઉ મોડાસા અને મેઘરજ જવું પડતું હતું.આ પ્રસંગે જિલ્લા રજિસ્ટ્રાર અરવિંદભાઈ અસારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ખેડૂતો,આગેવાનો,સહકારી.મંડળીઓમાં ચેરમેનો,સેક્રેટરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
પ્રારંભે એપીએમસીના ચેરમેન,પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી ડામોરે સૌ મહેમાનોને અવકાર્યા હતા અને એપીએમસીની પ્રગતિ ની વિગતો આપી હતી.રેલ્લાવાડા સબ યાર્ડના નિર્માણ માટે વાઇસ ચેરમેન જતીનભાઈ પંડ્યા સહિત સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સને એમણે આપેલા સાથ સહકાર ને માટે પણ ચેરમેન હીરાજીએ બિરદાવ્યા હતા.અંતમાં મેઘરજ એપીએમસીના ડિટેક્ટર,તાલુકા ખ.વે.સંઘના ચેરમેન મોતીભાઈ કે.પટેલે તમામ મહેમાનોનું આભાર દર્શન કર્યું હતું.કાર્યક્રમનું સુંદર સંચાલન દિલીપકુમાર ચૌહાણે કર્યું હતું.