કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા નગર પાલિકામાં તાજેતર માં યોજાયેલી ભરતી પરીક્ષા બાદ મોડાસા નગરમાં લોક મુખે ચર્ચાતા ભરતી માટે ભ્રષ્ટાચારના આક્ષેપોએ જોર પકડતા હડકમ્પ મચી જવા પામ્યો છે.પાલિકાના વિપક્ષના નગર સેવકે જણાવ્યું હતું ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયા ના આક્ષેપો સામે આવતા નગર પાલિકા અધિકારી અને પ્રમુખનું ધ્યાન દોર્યું સાથે ભરતી પ્રક્રિયા પારદર્શક યોજવા રજુઆત કરી હોવાનું જણાવ્યું હતું આ આ મુદ્દે પાલિકાના પ્રમુખે પણ યોજાયેલી ભરતીની પરીક્ષા રદ કરી ફરી પરીક્ષા યોજવા સંબધિત વિભાગમાં રજુઆત કરતા વચોટિયા અને રૂપિયા ના જોરે નોકરી મેળવવા માંગતા શખ્સો માં હડકમ્પ મચી જવા પામ્યો હોવાની પણ લોક ચર્ચાએ જોર પકડ્યું છે.ઉર્જા વિભાગની ભરતી કોમ્ભાંડની શાહી હજુ લીલી છે,ને વધુ એક ભરતી માં ગેરરીતિ આચરતા પહેલા જ ભાંડો ફૂટી જતા અનેક સવાલો ઉભા થયા છે.