શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવું જગવિખ્યાત યાત્રાધામ અંબાજી અરવલ્લીની પર્વતમાળા વચ્ચે આવેલ છે જ્યાં લોકો દૂર-દૂરથી મા અંબાનાં દર્શને આવતા હોય છે ત્યારે લોકો ચાલતા આવી માં અંબાના દર્શન કરી અને ધજા ચડાવતા હોય છે અને ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થતાં ગામના લોકો અને વેપારીઓ દ્વારા ધજા ચડાવવામાં આવતી હોય છે જ્યારે આજે દર વર્ષની જેમ સ્થાનિક વેપારીઓ દ્વારા માં જગજનની અંબા ને ધજા ચડાવવામાં આવી હતી,
આટલું જ નહીં ઢોલ-નગારા સાથે નાચતા ગરબે ઝૂમતા બજારમાં ધજા લઈને પણ ફર્યા હતા ત્યારબાદ માના ચાચર ચોકમાં ઢોલ નગારા સાથે નાચ ગાન કર્યું હતું ત્યારબાદ શીખર ઉપર ધજા ચડાવવામાં આવી હતી..
વેપારી દ્વારા માને પ્રાર્થના કરવામાં આવી છે કે આ કોરોના મહામારી માં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને બધા લોકોનું કલ્યાણ થાય તેવી મા અંબા ને પ્રાર્થના કરી હતી
પ્રહલાદ પૂજારી અંબાજી