અમદાવાદ: સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર્ડ નંબર ૧૧૧૯૧૦૬૭૨૦૦૧૩૮/ ૨૦૨૦, ધી આઇ.ટી.એકટ કલમ- ૬૬(સી), ૬૭ મુજબના ગુનાના કામે ફરિયાદી બહેન રહેવાસી. અમદાવાદનાઓએ તેઓના ફોટાનો પ્રોફાઇલ પિક્ચર તરીકે ઉપયોગ કરી કોઇ ઇસમે ફેક ઇન્સ્ટ્રાગામ આઇડી બનાવી આ આઇડીમાં પોર્ન સ્ટારના બિભત્સ ફોટા અપલોડ કરેલ હોવાની ફરીયાદ આપતા આ ગુનાના કામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનરશ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી અમિત વસાવા સાહેબ, સાયબર ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી જે.એમ.યાદવ સાહેબનાઓએ આરોપીને શોધી કાઢવા જરૂરી સુચના અને માગદર્શન આપતા જે ગુનાની તપાસ પોલીસ ઈન્સપેક્ટરશ્રી એમ.એન.દેસાઇ સાહેબનાઓને સોંપવામાં આવેલ હતી.
આ ગુનાની તપાસ દરમ્યાન જરુરી ટેકનીકલી એનાલીસીસ કરતાં ફેક ઇન્સ્ટ્રાગામ આઇ.ડી. બનાવી ફરીયાદી બેનનો ફોટો પ્રોફાઇલ પિકચર તરીકે મુકી બિભત્સ ફોટા વાયરલ કરી હેરાન કરનાર આરોપી ધ્વનિલ સન/ઓફ ભાવિનભાઇ પટેલ ઉવ.૨૧ ધંધો – વેપાર રહેવાસી: ૧૭/એ સુદર્શન ટાવર સન એન્ડ સેટ્પ ની સામે સતાઘાર થલતેજ અમદાવાદ મળી આવતા તેઓની પુછપરછ કરતા તેઓએ ગુનાની કબુલાત કરેલ. આરોપીએ ગુનાના કામે ઉપયોગ કરેલ મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવેલ છે. સદરી આરોપીને પુછપરછ કરતાં જાણવા મળેલ કે, આરોપીના ઇન્સ્ટ્રાગામ આઇ/ડી. પર કોઇ મિત્રો તેની સાથે ચેટ કરતુ ન હોય છોકરીનૂ ફેક ઇન્સ્ટ્રાગામ બનાવી મિત્રો સાથે ચેટ થઇ શકે માટે આ ફેક ઇન્સ્ટ્રાગામ આઇ.ડી બનાવેલ હતી . આરોપીએ ધોરણ નવ સુધીનો અભ્યાસ કરેલ છે અને હાલમાં પિતાની કાપડની દુકાનમાં કામ કરે છે. સાયબર ક્રાઇમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.