જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં રાજપૂત સમાજ દ્વારા છેલ્લા 29 વર્ષથી યુદ્ધમાં શહીદ થયેલા શહીદોની ખાંભી નું પૂજન અર્ચન કરી ઉજવણી કરવામાં આવે છે હાલ કોરોના જેવી મહામારી ના લીધે સરકારના નિયમ પ્રમાણે માત્ર 50 વ્યક્તિઓને સાથે રાખી આ ઉજવણી હાથ ધરવામાં આવી હતી
નવાનગર થી ઓળખાતા જામનગર નો ઈતિહાસ ખૂબ જ ખુમારી ભર્યો છે દિલીપ વર્ષ 1951માં નવાનગરના યુવરાજ જામ અજાજી દ્વારા ભૂચર મોરીનું યુદ્ધ ખેલવા માં આવ્યું હતું આ યુદ્ધમાં શહીદ થયેલા નવયુવાન જામ અજાજી સહિત તેના યોદ્ધાઓની ખાંભીઓ જામનગરના ધ્રોલ તાલુકામાં પીચર મુવી માં આવેલી છે નવાનગરનો જામ યુદ્ધ મેદાનમાંથી સીધો મહેલમાં ગયો અને પોતાના પરિવારને સુરક્ષિત કરી ચૂક્યો હતો. અને ફરીથી સૌરાષ્ટ્રનાં સૈન્યો અને મુઘલ ફોજ ભૂચર મોરીમાં અથડાયાં. ભૂચર મોરી “બહુચર”નું મૂળ સ્વરૂપ હોવાનું અને ભૂચર બહુચરનું અપભ્રંશ હોવાનું કહેવાયછે. લોકકથાઓમાં કહેવાય છે કે નવાનગરનો રાજકુમાર અને યુવરાજ અજાજીનાં લગ્ન હતાં. રીડ પડે રાજપૂત છૂપે નહિ તે કહેવત અનુસાર તે પીઠી ભરેલા શરીરે રણમેદાનમાં નીકળી પડ્યો. અલબત્ત, ભૂચર મોરીનું યુદ્ધ શ્રાવણ મહિનામાં – ૧૫ જુલાઈ ૧૫૯૧માં થયું હતું યુદ્ધ ચાલુ થતાં જ લોધા ખુમાણ અને જૂનાગઢનો દૌલત ખાન જામ સતાજી અને નવાનગર રાજ્યને દગો કરી મુઘલોની શાહી સેનામાં ભળી ગયા. તેનાં પણ ઘણાં કારણો હતાં ઉદાહરણ તરીકે ભૂચર મોરીના યુદ્ધના પ્રારંભે જ લોધા ખુમાણે મુઘલોનો એક હાથી છીનવી લીધો હતો. તે ખુમાણના કબજામાં રહેવાના બદલે જામે પોતાના કબજામાં લઇ લીધો હતો. યુદ્ધ મેદાનમાં વિકટ ઘડીમાં થયેલા આ દગાથી જામ સતાજી નિરાશમાં સરી પડ્યો. તેનો લડવાનો જુસ્સો મરી પરવાર્યો, પણ તેના વઝીર જેસાએ સેનાનો લડવાનો હોંસલો બુલંદ રાખ્યો. બીજી તરફ પિતા જામ સતાજીને રણમેદાનમાંથી પરત ફરેલા જોઈ યુવરાજ અજાજીએ સુકાન સંભાળ્યું, પણ કુશળતા અને વ્યૂહાત્મક રીતે લડતી મુઘલ સેના સામે તેઓ ઝાઝી ઝીંક ઝીલી ન શક્યા. અઝીઝ કોકા, સૈયદ કાસિમ, નવરંગ ખાન અને ગુજર ખાન જેવા મુઘલ લડવૈયાઓ વાવાઝોડાની જેમ ભૂચર મોરીમાં ફરી વળ્યા. યુદ્ધની પ્રગતિ મુઘલો પ્રતિ થતી જોતાં જ નવાનગરના આશ્રયે રહેલો મુઝફ્ફર પણ યુદ્ધ મેદાનમાંથી જીવ બચાવવા નાઠો અને ઠેઠ કચ્છ પહોંચી તેના રાજા ભારમલનો આશરો લીધો. અત્યારે કોકાની પ્રાથમિકતા નવાનગરનો ખાતમો કરવાની હતી. રાજપૂતો પોતાની પ્રણાલિકા પ્રમાણે ટચૂકડી સેના સાથે પણ વીરતાપૂર્વક લડ્યા. બંને પક્ષે તોપ અને તલવારોનો પુષ્કળ ઉપયોગ થયો. વીરતાપૂર્વક લડતા જામનો પુત્ર અજાજી અને પ્રધાન જસાજી રણમેદાનમાં ખપી ગયા. સેંકડોની સંખ્યામાં નવાનગરના સૈનિકો પણ યુદ્ધમાં માર્યા ગયા. મુઘલોની જીતમાં તેમનો લશ્કરી વ્યૂહ, દારૂગોળો, સૈનિકોની સંખ્યા, વીરતા અને વર્તણૂકે કામ પાર પાડ્યું હતું. જામ અજાજીની શહાદત બાબતે ભૂચર મોરીના શિલાલેખ પર આજે પણ લખાયેલું છે
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આજે રાજપૂત સમાજના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજપૂત આગેવાનો દ્વારા છેલ્લા 29 વર્ષથી ભુચરમોરી યુદ્ધમાં શહીદ થયેલા જામ અજાજી અને તેના સૈનિકોની ખાંભીઓ નું ફુલર કરવામાં આવ્યું હતું દર વર્ષે આ યુદ્ધ ભૂમિ ઉપર રાજપૂત સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે આ વર્ષે કોરોના જેવી મહામારી ના લીધે સરકારના નિયમ પ્રમાણે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજપૂત સમાજના આગેવાનો સહિત 50 લોકો દ્વારા શહીદો નો ફુલહાર કરીશ સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી
રિપોટ બાય સંજીવ રાજપુત