હાલ જ્યારે સમગ્ર દેશમાં કોરોના વેકશીનનુ રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે લીંબડી સિવિલ હોસ્પિટલ માં આવેલ કોરોના વેકસીન સેન્ટર ખાતે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા રસીકરણ કરવવા આવી પહોંચ્યા હતા.
ત્યારે લીંબડી સિવિલ હોસ્પિટલના બ્લોક હેલ્થ કચેરીના સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા બુક આપીને રસીકરણ માટે આવકાર્યા હતા ત્યારે ત્યારે આજે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો અને કાર્યકરોએ કોરોના વેકશીનનુ રસીકરણ કરાવ્યું હતું. આ રસીકરણ માં લીંબડી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ શેઠ, મહામંત્રી બીપીનભાઈ પટેલ, કિશોરસિંહ રાણા, મુન્નાભાઈ સોડલા, રવિરાજસિંહ રાણા, મનુભાઈ જોગરાણા, જયદીપસિંહ ઝાલા, રાજુભાઇ સભાડ, વિજયસિંહ ઝાલા, જાદવજીભાઈ મકવાણા, મોબતસિંહ ગોહિલ, યશવંતસિંહ પરમાર, યુવરાજસિં રાણા, ઉપેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ રાણા, કાજલબેન શેઠ, વિજયભાઈ મકવાણા, વિજયભાઈ લોઈડ, તેજસભાઈ આચાર્ય, રસિકભાઈ ચાવડા, દલસુખભાઈ ચૌહાણ, અશ્વિનભાઈ ડોરિયા, અનેક ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહિયા હતા. તેમજ લીંબડી ધારાસભ્ય દ્વારા લોકોને રસીકરણ કરાવવા અપિલ પણ કરવામાં આવી હતી તેમજ લીંબડી બ્લોક હેલ્થ કચેરીના સુપરવાઈઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા જણાવાયું હતું કે આજદિન સુધીમાં લીંબડીના આઠ હજાર ઉપરાંત લોકોએ કોરોના વેકશીનનુ રસીકરણ કરાવી લીધું છે તેમજ આજ થી રવિવારે પણ વેકશીન ચાલુ રહે છે તેવું જણાવ્યું હતું.
અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા