અમદાવાદ: અન્ન એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે અને દરેકની થાળીમાં ભોજન પહોંચે તે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની નેમ છે.
અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ધંધા રોજગાર અર્થે આવેલ N.F.S.A રેશનકાર્ડ ધારકો રાજ્યમાં અન્નનો પુરવઠો મેળવી શકશે.”વન નેશન, વન રેશનકાર્ડ” યોજના હેઠળ રાજ્યની કોઈપણ વ્યાજબી ભાવની દુકાનમાથી તેઓ રાશન મેળવી શકશે.જેનુ વર્ચ્યુઅલ લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું.
જે અંતર્ગત ધોળકા તાલુકાના રપ૬૭ લાભાર્થીઓમા ૬૧૦ વિધવા બહેનો, ૩૯૬ શ્રમિકો,૪૨૦ દિવ્યાંગો,૧૨૬ વૃદ્ધો અને તાલુકામા ૧૦૧૫ જેટલાં રીક્ષા ચાલક, આઉટસોર્સિંગ કર્મચારીઓને N. F. S. A કાયદા હેઠળ લાભ આપવામાં આવેલ છે. ઉપરાંત રાજ્યના કોઇપણ જીલ્લાના રેશનકાર્ડ ધારકો પણ અન્ય જીલ્લા, તાલુકા અને ગામ,શહેરની કોઈપણ વ્યાજબી ભાવની દુકાનમાથી રાશન મેળવી શકશે.અનાજ મેળવવા માટે લાભાર્થીએ પોતાના બંને હાથના અંગૂઠા કે આંગળીઓ પૈકી કોઈપણ હાથના અંગૂઠા અને આંગળીનો ઉપયોગ કરીને પોતાની ઓળખ આપવાની રહેશે.આ બાબતે કોઈપણ ફરિયાદ માટે ૧૪૪૪૫ પર સંપર્ક કરી શકે છે.
આ પ્રસંગે ધોળકાના પ્રાંત અધિકારીશ્રી આર.એન.જાલંધરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી દક્ષાબેન શાહ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.