માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને આનંદ એક્સપોર્ટ પરિવાર સુરત નાં સંયુક્ત ઉપક્રમે બનશે નવું શાળા ભવન
વલભીપુર તા.4
વલભીપુરનાં હરિઓમ નગર વિસ્તારમાં આવેલ હરિઓમ કન્યા શાળાનાં નવનિર્મિત શાળા ભવનનું 4.4.2022 નાં દિવસે ભૂમિપુજન થયું હતું.જેનાં મુખ્ય દાતાશ્રી માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત અને સહયોગી દાતા તરીકે આનંદ એક્સપોર્ટની સંયુક્ત ભાગીદારીથી નવું અદ્યતન શાળા સંકુલ બનશે.
સવારે 7.30 કલાકે સંતોના સામૈયા કરી ધામધૂમ સાથે તેમનો આવકાર થયો હતો.આ પાવન પ્રસંગે વિવિધ સંતો પધાર્યાં હતા જેમાં બાવાળીયાળીથી નેમીનાથબાપુ તેમજ વેલાંબાપુ વલભીપુર વૈજનાથ આશ્રમનાં મુકુંદશરણ બાપુ,કાનપર બાલા હનુમાન આશ્રમનાં હરિઓમ શરણદાસ બાપુ અને વલભીપુર ભગતબાપુ મંદિરના રાજુબાપુએ ખાસ હાજરી આપી દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.આ કાર્યક્રમમાં મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત થયું હતું ત્યારે બાદ દેશભકિત ગીત અને રાસ ગરબા જેવી આકર્ષક કૃતિઓ રજૂ થઈ હતી.
શાળાનાં ભૂમિપુજન કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ એ પણ હાજરી આપી હતી જેમા જી.પંચાયતના સભ્ય શ્રી દિલીપભાઈ શેટા, તા. પંચાયત ના પ્રમુખ અજીતસિંહ ગોહિલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાંણી સાહેબ,વલભીપુર નગર પાલિકા ના પ્રમુખ હેતલ બેન પરમાર અને ઉપપ્રમુખ હાર્દિકસિંહ ચૌહાણ ટીમ્બિ હોસ્પિટલ ટ્રસ્ટી પરેશભાઈ,નીતિનભાઈ ગુજરાતી,મમતાબેન ચૌહાણ આ પ્રસંગે વલભીપુરના શિક્ષક સંઘ અને શૈક્ષીક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા.તેમજ આ શાળાના આચર્યશ્રી ઘનશ્યામ સિંહ સોલંકી અને શાળા સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવેલ.સમગ્ર કાર્યક્રમ નુ સફળ સંચાલન ધર્મેશભાઈ સાંગડીયા અને મહાવીર સિંહ ઘેલડા એ કર્યું હતું
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર