💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠૌડ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા અને એલ.સી.બી.નાં સ્ટાફને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
💫 આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પાલીતાણા ટાઉન પો.સ્ટે. સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાનાં શકદારોની તપાસમાં હતાં.તે દરમ્યાન પાલીતાણા-વડિયા રોડ આવતાં એલ.સી.બી.નાં હેડ કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા તથા પો.કો. બીજલભાઇ કરમટીયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,નરેશભાઇ સવજીભાઇ મકવાણા રહે.માનવડ (હડમતીયા) તા.પાલીતાણાવાળાએ કાળા કલરનું લાલ-સફેદ લીટીવાળો શર્ટ તથા ભુખરા કલરનું પેન્ટ પહેરેલ છે. તેની પાસે શંકાસ્પદ હિરો સ્પ્લેન્ડર મો.સા. છે.જે લઇને તે આ જગ્યાએથી પસાર થવાનો છે. જે હકિકત આધારે વોચમાં રહેતાં નરેશભાઇ સવજીભાઇ મકવાણા ઉ.વ.૩૬ ધંધો-મજુરી રહે.માનવડ (હડમતીયા) તા.પાલીતાણાવાળા નંબર પ્લેટ વગરનાં હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. સાથે મળી આવેલ.તેનાં મોટર સાયકલનાં એન્જીન-ચેસીઝ નંબર આધારે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં સર્ચ કરતાં આ મો.સા.નાં રજી.નંબર-GJ-04-DM 6076 હોવાનું જણાય આવેલ. જે મોટર સાયકલ અંગે તેની પાસે આધાર-પુરાવા, કાગળો માંગતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.જેથી આ મોટર સાયકલ તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- ગણી તપાસ અર્થે શક પડતી મિલ્કત ગણી કબ્જે કરી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
💫 આ મોટર સાયકલ અંગે તેની પુછપરછ દરમ્યાન આજથી દસેક દિવસ પહેલાં પાલીતાણામાં ભાવનગર રોડ ઉપર આવેલ પોપડા વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.
💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી.જાડેજા તથા એન.એમ.ચૌધરી પોલીસ ઇન્સ.શ્રી,પાલીતાણા ટાઉન પો.સ્ટે.નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફ નાં પો.હેડ.કોન્સ. જયદાનભાઇ લાંગાવદરા પો.કોન્સ. બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા તથા પાલીતાણા ટાઉન પો.સ્ટે.નાં હેડ કોન્સ. બી.બી.ચૌહાણ, પો.કોન્સ. વિજયસિંહ ગોહિલ, હરેશભાઇ ઘાંઘળ, મયુરસિંહ ગોહિલ તથા જીજ્ઞેશભાઇ મારૂ વિગેરે માણસો જોડાયા હતાં.