વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી યૌન શોષણ કરનાર 2 વર્ષથી ફરાર શિક્ષક ધવલ ત્રિવેદીની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હિમાચલમાંથી ધરપકડ કરવામાં આવી. ધવલ ત્રિવેદી પર હતું 5 લાખનું ઇનામ. 2018 માં છેલ્લે તે ચોટીલાની સગીરાને લઈ ભાગી ચુક્યો હતો. જે જૂન માસમાં પરત ઘેર ફરી હતી. આ યુવતીની CBI દ્વારા પૂછપરછ કરાઈ હતી. 2018 માં પડધરીમાંથી ધોરણ 11માં અભ્યાસ કરતી 2 સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરવાના આરોપમાં આજીવન કૈદની સજા ફરમાવવામાં આવી હતી. ત્યાર બાદ તે પેરોલ પર બહાર આવ્યો હતો અને ચોટીલાની સગીરાને લઈ નાસી છૂટ્યો હતો.
મૂળ વડોદરાનો નિવાસી 56 વર્ષનો ધવલ ત્રિવેદી અત્યાર સુધી સુરત, આણંદ અને રાજકોટ જેવા શહેરોમાંથી 9 જેટલી સગીરાને ફસાવી ચુક્યો છે અને તેમનું જીવન બગાડી ચુક્યો છે.