જીવન જરૂરિયાત ની વસ્તુઓ નાં ભાવ વધતા આમ જનતા ને જીવન જીવવામાં પડી રહી અગવડતા સામે સરકાર મૌન….
ઓછા માં વધારે ખાદ્ય ખોરાક ની વસ્તુઓ નાં ભાવ વધતા લોકો નું જીવન જીવવું બન્યું ઔર મુશ્કેલ…
વી ઓ
સરકાર દ્વારા દિન પ્રતિ દિન જીવન જરૂરિયાત ને લગતી ચીજ વસ્તુઓ નાં ભાવ વધારા આમ પ્રજા નાં માથે બોજો બની રહી છે. એક તરફ કોરોના ની માર વેઠી ને ઉભી થવા મથતી પ્રજા બીમારી અને બેરોજગારી થી પહેલા થી હેરાન થયી રહી છે ત્યારે સામાન્ય જીવન જરૂરિયાત ને લગતી વસ્તુઓ નાં ભાવ આસમાને પહોંચતા સામાન્ય પ્રજા ને પડતાં માં માર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌ પ્રથમ ખાધ તેલ નાં ભાવ વધારા બાદ રાંધણ ગેસ નાં ભાવ ૭૫૦- ૮૪૦ થી સીધા ૯૪૦ એ પહોંચ્યા બાદ નિરંતર વધીજ રહ્યા છે ત્યારે બીજી તરફ વાહન માટે નાં પેટ્રોલ – ડીઝલ ₹ ૧૦૦ ઉપર પહોંચ્યા પછી વાહન ચલાવવું મોંઘુ પડી રહ્યું છે તેમજ લીલોતરી શાક – ભાજી, અનાજ કઠોળ નાં અસહ્ય ભાવ વધવાના લીધે આમ પ્રજા શું રાંધે ને શું ખાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે જેના લીધે બજાર પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે .
એક તરફ તહેવારો ની સીઝન ચાલી રહી છે અને આમ જનતા કોરોના નાં લીધે બંધ થયેલા વેપાર – ધંધા અને નોકરીઓ પર પાછા આવી ને જીવન ની ગાડી પાટા પર લાવવા મથી રહી છે ત્યારે સરકાર દ્વારા આમ વધારા લાદ વાને લીધે જનતા ની મુશ્કેલી માં ઔર વધારો કરી દિધો છે જેના લીધે લોકો નાં જીવન નિર્વાહ કરવમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે .
પહેલા તહેવારો નાં મૌસમ માં બજાર લોકો થી ઉભરાતું જોવા મળતું અને ખરીદી થતી હતી. પરંતુ હાલનાં સમય માં કોરોના ની બીજી લહેર માંથી નીકળ્યા બાદ અને વેક્સિનેશન થયા પછી પણ તહેવારો માં બજાર માં લોકો ખરીદી અર્થે આવે તો છે પણ જીવન જરૂરિયાત ને લગતી દરેક ચીજ વસ્તુઓ નાં ભાવ વધારા ને લીધે તેની સીધી અસર ગ્રાહકો ની ખરીદારી પર પડી રહી છે જેના લીધે વેપારીઓ પણ ચિંતિત થતા જોવા મળી રહ્યા છે . બજાર માં થતો ભાવ વધારો લોકો નાં ખિસ્સા પર અસર કરે છે જેના લીધે આમ જનતા ને તકલીફ અને સરકાર આંખે પાટા બાંધી ને બેસતા જનતા નું કોઈ સંભાળનાર નથી એવી નોંધારી સ્થિતિ સર્જાઈ છે .
પૂજારી પ્રહલાદ
અંબાજી