છેવાડાના માનવી સુધી સરકારી યોજનાના લાભો પહોંચે તે દિશામા સૌ સાથે મળી કામ કરીએ- સાંસદશ્રી
ભાવનગર, તા.૧૧ : કલેકટર કચેરી ભાવનગર ખાતેના વિડિયો કોન્ફરન્સ હોલમાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી તેમજ ભાવનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી તેમજ વિભાગોના લક્ષ્યાંકોની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
જેમાં મનરેગા હેઠળ થયેલ કામો, સખી ગ્રામહાટ રચના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, દુધ સંજીવની યોજના, ગરીબી નાબુદી કાર્યક્રમની યોજનાઓ, શૈક્ષણિક યોજનાઓ, પશુપાલન, પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, કુટીર ઉદ્યોગ, આંગણવાડીઓની સમીક્ષા, માતૃ વંદના યોજના, પોષણ અભિયાન તેમજ સ્માર્ટફોનથી કરવામાં આવતી ઓનલાઇન નોંધણી, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, રાસાયણિક ખાતરની ગુણવત્તા, વીજળી, વાસ્મો, ભારત સંચાર નિગમ લિ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે, પાણી પુરવઠા, જિલ્લા ઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ બેઠકમા સાંસદશ્રીએ જણાવ્યુ હતુ કે જિલ્લા અને શહેરના તમામ પ્રશ્નોને દિશા સમિતિના માધ્યમથી વચા મળે છે. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાના લાભો પહોંચે તે દિશામા સૌ સાથે મળી કામ કરીએ અને જિલ્લામાં જે કંઈ અસુવિધાઓ છે તે દુર કરવા પ્રયત્ન કરીએ. બેઠકના અંતે સાંસદશ્રીએ બેઠકમા લેવાયેલ નિર્યયોની ચુસ્ત અમલવારી તેમજ અધીકારીશ્રીઓ દ્વારા પડતર પ્રશ્નોનુ ફોલો-અપ લેવા સુચન કર્યુ છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ વક્તુબેન મકવાણા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર શ્રી પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી પંચાયત, પશુપાલન અધિકારીશ્રી, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિતના તમામ દિશા કમિટીના સભ્યશ્રીઓ તેમજ અધિકારી, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર