સુરત : દેશનું લગભગ કેટલીક વસ્તીઓ રેલવે લાઈન પર વસેલી છે પરંતુ તે વસ્તીઓને કોઈપણ પ્રકારની પ્રાથમિક મૂળભૂત સુવિધાઓ મળતી નથી જેમાં બંધારણીય અધિકારોનું પણહા હનન થતું દેખાય છે. આવી જે મીશીન સુરત શહેરમાં પણ આવેલી છે. સુરતમાં ઉત્રાન થી લઈને ભેસ્તાન સુધી કુલ ૨૨ જેટલી ઝુપડપટ્ટી આવેલી છે. જેમાં આશરે ૧૦ થી ૧૨ હજાર જેટલા પરિવારો ખુબ જ તકલીફોમાં જીવન જીવી રહ્યા છે. જેઓને સ્વતંત્ર ભારતના બંધારણ મુજબ આપેલા મૂળભૂત હકો અને અધિકારો પણ મળતા નથી. ગત થોડા દિવસો અગાઉ ગુજરાત રાજ્યના નામદાર ઉચ્ચ ન્યાયાલય દ્વારા આ વસાહતો માટેનો સ્ટે ઓર્ડર કાઢી લેતા કોઈ પણ પ્રકરણ સમય સીમા કે પ્રાથમિક સ્થળાંતર કરવાની પ્રક્રિયા શિવાય રેલવે પ્રશાસન અને રાજ્ય પ્રશાસન દ્વારા આ વસાહતોની ડીમોલેશન હાથ ધરવામાં આવેલ હતું. ત્યારે ઉત્રાણ થી ભેસ્તાન રેલવે ઝૂંપડપટ્ટી વિકાસ મંડળ વતી બાપુ બૈસાને અને તેમની સાથે હ્યુમન રાઈટ એન્ડ લેન્ડ નેટવર્કના સદસ્ય અરવિંદ ઉન્ની, હાઉસિંગ રાઈટ એન્ડ અર્બન એક્ટિવિસ્ટ શ્રી આદેશભાઈ સાબળે, શ્રી ઝુબેરભાઈ શૈખ, શ્રી હૈદરભાઈ તેમજ તેમની સાથે કાનૂની કાર્યવાહી માટે વકીલ કુમારી હેતવીબેન પટેલ એમને માનવ અધિકારો માટે લડતા એડવોકેટ શ્રી કોલિન ગોનસાલવેસ તથા એડવોકેટ સત્ય મિત્રા એમના હસ્તક દેશની સર્વોચ્ચ અદાલત માં દાદ માંગવામાં આવેલ હતી. ત્યાંથી દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા તેઓને આગામી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીનો સ્ટે ઓર્ડર આપેલ છે. જે બદ્દલ સ્થાનિક લોકોએ બંધારણ અને સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો.
દેશ ના દરેક નાગરીક ને બંધારણ પ્રમાણે સ્વતંત્ર અને સન્માન થી જીવવાનો અધિકાર છે. દેશ ના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એમને વર્ષ ૨૦૨૨ સુધી Housing for All એટલે દરેક વ્યક્તિને ઘર માટેની વાત કરેલી છે. એટલે સામાન્ય લોકોનો વિચાર કરવો જોઈએ. લોકો અહીથી ખસડવા તૈયાર છે, પરંતુ કઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પ્રશાસન ને વિનંતી છે.
આનંદ ગુરવ…