માત્ર ગુજરાત જ નહી પણ સમગ્ર વિશ્વ કક્ષાએ વલ્ડૅ વાઈડ કોરિયોગ્રાફર એવોર્ડ દુબઈ ખાતે, રાષ્ટ્રીય કક્ષાએ ખુબજ માનીય દાદાસાહેબ ફાળકે એવોર્ડ, મુંબઇ ગ્લોબલ અર્ચીવોસ એવોર્ડ બોલીવુડ લેજન્ડ એવોર્ડ અને સમાજ કક્ષાએ અનાવીલ રત્ન એવોર્ડ થી સન્માનિત સુરત ના સણીયા હેમાદ ની પ્રતીભા એટલે ચિંતન સતિષભાઈ વશી. લાસ્ય કલાવૃંદ ના સ્થાપક અને સંવાહક તેમની સ્થાપેલી સંસ્થા લાસ્ય કલાવૃંદ નૃત્ય માટે ના અવનવા પ્રયોગો સાથે પ્રાચીન નૃત્યો દ્વારા કલાનું સંવર્ધન કરતી રહી છે
ગુજરાત ના એવા લોકલાડીલા મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયાબ મુખ્ય મંત્રી શ્રી નીતીનભાઈ પટેલ તેમજ વિવિધ ઉચ્ચ અધિકારી મંત્રી શ્રી
ની મુલાકાત રહી. જેમા લાસ્ય કલાવૃંદ ના ઘમ્મર ઘમ ઘમ ને મળેલ Indian Book of record માટે ખુબ ખુબ અભીનંદન પાઠવ્યાં હતા
તમામ કેબીનેટમંત્રી ઓ એ ખુબ ખુબ અભીનંદન પાઠવ્યાં હતા અને આવી જ રીતે લાસ્ય કલાવૃંદ પોતાની નવતર પ્રવૃત્તિ ગુજરાત, ભારત દેશ તેમજ વિશ્વમાં ઊજાગર કરે એવી શુભકામનાઓ મેળવી હતી
સ્વ.ભગવતીકુમાર શર્મા રચિત ગરબો ઉઘડ્યા કમાન્ડ તારા મંદિરના માડીને….
પ્રસ્તુત કરી શ્રદ્ધાંજલિ આપવાનો એક નક્કર પ્રયાસ ગુજરાતના સુરતનું ખ્યાતનામ વૃંદ લાસ્ય કલાવૃંદ કર્યું. જે ગરબા નું નિર્દેશન કર્યું ચિંતન સતીષભાઈ વશી તથા જય પટેલ અને પલક જોશી એ ગરબાનું સ્વરાંકન મમતાબેન રાવલ દ્વારા રાત્રિના ત્રણ રાગોમાં કરવામાં આવ્યું છે જેને સ્વર આપ્યો છે આર્જવ રાવલ તથા જાનકી રાવલ એ. આ ગરબા ની તમામ પ્રેક્ટિસ સરકારશ્રીના આદેશ મુજબ માર્ચ સેનેટાઈઝર અને social distancing સાથે ઘરના અગાસી ઉપર કરવામાં આવી હતી આજ રીતે શૂટ પણ કરવામાં આવેલ ભગવતી કાકા ના આ ગરબા ને નૈના઼ક્ષીબેન વૈદ્ય, હીનાબેન શાહ ,ભાવિબેન મોદી , લીનાબેન વૈદ્ય, રશ્મિકાબેન પટેલ અને વિભૂતિ બેન પટેલ ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. કોરોના ના કપરા કાળમાં સમાજને એક અદ્ભુત સંદેશો આપતું કામ લાસ્ય કલાવૃંદ કરી રહ્યું છે.અને ચિંતન વશી સુરત નહીં ગુજરાતી તથા બોલીવુડ મા પણ એમનું નામ ગુંજતું કર્યું છે. આગમી દિવસોમાં એમના બે બોલીવુડ ગીતો આવી રહ્યા છે અને એમને ઘણાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણાયક ની ભૂમિકા ભજવી છે. આ કહેતા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ નો સહહૃદય આભાર વ્યક્ત કર્યો.
હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ અને પેપર નો મારું ઇન્ટરવ્યુ લીધું
હેમરાજસિંહ વાળા અને બિનલબા હેમરાજસિંહ વાળા દ્વારા ઇન્ટરવ્યુ તૈયાર કરવામાં આવ્યું છે
વધે તમારી નામના એવી જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ અને પેપર તરફથી ખુબ ખુબ શુભેચ્છા