અમિત પટેલ.અંબાજી
ગૂજરાતમા જુગારબંધી હોવા છતા ઘણા લોકો જુગાર રમી રહ્યાં છે ત્યારે પોલીસ પણ આવા તત્વો પર કાયદેસરની કાયૅવાહી કરતીહોય છે, ત્યારે આજે એલસીબી પાલનપુર દ્વારા જુગારધામ પકડવામાં આવ્યું હતુ.શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત-નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરાઇ હતી.
એ. એસ. આઇ અલ્પેશભાઇ તથા પો. કો ઈશ્વર ભાઈ તથા નથુભાઈ નાઓ હડાદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે હડાદ ની સીમમાં ગંજીપાના થી હાર જીતનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે સદરે જગ્યાએ રેઇડ કરતા ત્રણ ઈસમો (૧) સફિકભાઇ મોહમંદભાઇ જાતે મેમણ
(૨) યુનુસભાઇ સુલેમાનભાઇ જાતે મનસુરી
(૩) સુરેશભાઇ ચુનાભાઇ જાતે. રાવળ તમામ રહે હડાદ વાળાઓ રોકડ રકમ રૂ,4250/ નો મુદ્દામાલ તથા જુગારના સાહીત્ય સાથે પકડાઈ ગયેલ હોઈ સદરે ઇસમો વિરૂધ્ધ હડાદ પો.સ્ટે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.