કડી: આરોરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે ૧૧ મા ખેલમહાકુંભ કાર્યક્રમ અંતર્ગત કડી સર્વ વિધાલય ખાતે બહેનોની રાજ્યકક્ષા કરાટે સ્પર્ધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ખેલમહાકુંભના આયોજનથી આજે રાજ્યના દૂર-સૂદૂરના વિસ્તારોમાં વસતા યુવા રમતવીરોની પ્રતિભાને નવી દિશા મળી છે. આ યુવા રમતવીરોએ પોતાની પ્રતિભાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ કરીને ગૌરવ વધાર્યું છે તેમ મંત્રી શ્રી એ ઉમેર્યુ હતુ.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે, દરેક રમત આપણને જીવનના પાઠ શીખવે છે, રમતમાં હાર અને જીત બંને અનુભવમાંથી પસાર થવું પડે છે. રમતમાં મળેલી હાર બાળકમાં વિનમ્રતા જયારે જીત આત્મવિશ્વાસના ગુણનું સિંચન કરે છે. રમત ગમત વ્યક્તિને ટીમ વર્ક,લક્ષ્ય સુધી પહોંચવાનો જુસ્સો,આત્મ જાગૃતિ, દ્રઢ્ઢ સંકલ્પ શક્તિ,તાકાત અને ત્રુટીઓ જેવી અનેક બાબતો શીખવે છે.
મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું કે, સરકારે સ્પેશ્યલ ઓલમ્પિકનું આયોજન કરી દિવ્યાંગ અને માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોનો વિકાસ થાય તે દિશામાં પણ કામ કર્યું છે.
જેના પરિણામે આજે ૧૧ માં ખેલમહાકુંભમાં ૫૬ લાખ વિધાર્થીઓ-નાગરિકો રજિસ્ટ્રેશન કરાવી ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી સાથે શારીરીક સ્વાસ્થય કેળવાય અને પંરપરાગત રમતોના મિશ્રણ સાથે માનસિક વિકાસ થાય તે દિશામાં કામ થઇ રહ્યું છે. રાજ્યમાં શાંતિ અને સલામતીને કારણે મહિલાઓ સુરક્ષિત છે. મહિલાઓ આત્મસુરક્ષા માટે કરાટે જેવી રમતોમાં આગળ આવે એ જરૂરી છે.મંત્રીશ્રીએ વિવિધ રમતો સાથે યોગ અને પ્રાણાયામ કરવા પણ રમતવીરોને અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો રાષ્ટ્રને નવી ઉંચાઇએ લઇ જવા આગળ આવી રહ્યા છે જેના પરિણામે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ ગૂરૂ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ભારતમાં આર્યુવેદ પરંપરા થકી આજે નિરામય નો સંકલ્પ સાકાર થઇ રહ્યો છે.
કરાટે સ્પર્ધામાં પ્રારંભ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે ખેલકૂદ શરીરને સંપુર્ણ બનાવે છે.શરીરના શારિરીક અને માનસિક વિકાસ માટે ખેલકૂદ જરૂરી છે.,દેશના પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલ ખેલમહાકૂભ રાજ્યનો નવતર પ્રયોગ છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લામાં ૨ લાખથી વધુ સ્પર્ધકો ખેલ મહાકુંભમાં જોડ઼ાયા છે અને આ ખેલ મહાકુંભના આયોજનથી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ગુજરાત નામના મેળવી રહ્યું છે.
આ પ્રસગેં રાજ્યની ૩૦ જેટલી કરાટે સંસ્થાઓના સક્રિય એસોશિયેશન અને ૪ લાખથી વધારે વિધાર્થીઓને કરાટેમાં જોડનાર કલ્પેશભાઇ મકવાણનું સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત ૧૦૨ વર્ષ જુની અને ૫૫ હજારથી વધુ વિધાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થા કડી સર્વ વિધાલયમાં કરાટે સ્પર્ધાના આયોજન બદલ સંસ્થાનો આભાર વ્યકત કર્યો હતો.
રાજ્ય સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજીત કડી સર્વ વિધાલય ખાતે ૧૯ થી ૨૨ મે દરમિયાન રાજ્ય કક્ષાની બહેનો માટેની કરાટે સ્પર્ધા યોજાઇ રહી છે.જેમાં પ્રથમ દિવસે ૧૪ વર્ષથી નીચેની ૪૭૦ દિકરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.બીજા દિવસે ૧૭ વર્ષની નીચેની બહેનો અને ત્રીજા દિવસે ઓપઇ એઇઝ મહિલાઓ મળી ત્રણ દિવસ દરમિયાન ૧૫૦૦ સ્પર્ધકો જોડાવાના છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય કરશનભાઇ સોલંકી,સર્વ વિધાલયના ટ્રસ્ટી ડો મણીભાઇ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,મહેસાણા ડિસ્ટ્રીક બેન્કના ચેરમેન વિનોદભાઇ પટેલ,કડી નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ પટેલ,સર્વ વિધાલયના ચેરમેન વલ્લભભાઇ પટેલ, એ.પી.એમ.સી ચેરમેન કડી રાજુભાઇ,કરાટે ફેડરેશન ગુજરાતના કલ્પેશભાઇ મકવાણા,પ્રાન્ત અધિકારી કડી દવે,જિલ્લા વ્યાયામ મંડળના પ્રતિનિધિ,રમત ગમત અધિકારી એન.ડી.ચૌધરી સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ,કરાટેમાં ભાગ લેનાર સ્પર્ધક વિધાર્થીનીઓ, મહિલાઓ તેમજ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
……………………….