શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલ છે, કોરોના કાળમાં કેસોમાં સતત ઘટાડો થતાં નેતાઓ દ્વારા ઉદ્ઘાટન, લોકાર્પણ અને વિવિધ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર દ્વારા દાંતા અંબાજી માર્ગનું પણ કરોડો રૂપિયાના ખર્ચે 10 જુલાઇના રોજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અને માત્ર થોડા જ દિવસોમાં દાંતા થી અંબાજી માર્ગ વચ્ચે દેવળીયાવાળી વાવ ગામ પાસે આજે અચાનક રોડ બેસી ગયો હતો અંબાજી અને દાંતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને પોતાની ભૂલ છુપાવવા માટે સિમેન્ટ લાવીને થીગડા માર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
120 કરોડના ખર્ચે દાંતા થી અંબાજી ચાર માર્ગીય રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ પાવન અવસર પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દાંતા અને અંબાજી ખાતે આવીને આ માર્ગનું લોકાર્પણ કર્યું હતું અને અંબાજી આવતાં માઇ ભકતોને ઝડપી સમય બચીને પહોંચવાનું સરળ રહેશે અને આજે થોડાક દિવસોમાં દાંતા થી અંબાજી વચ્ચેનો માર્ગ અચાનક તુટી જતા આ માર્ગમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટું થયું હોવાનું સામે આવ્યું છે.
@@ દાંતા અંબાજી માર્ગ વચ્ચે થોડાજ વરસાદ મા રોડ તૂટતાં , વીજીલન્સ ની તપાસ ની માંગ ઉઠી @@
આખા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે દાંતા તાલુકામાં સામાન્ય છાંટા પડતાં આવો કરોડો રૂપિયાનો માર્ગ 20 દિવસમાં તુટી જાય તો આવા કોન્ટ્રાકટર અને અધિકારીઓ પર કડક પગલાં ભરી કાયદેસરની કાયૅવાહી કરવાની માંગ ઉઠી છે.
ત્રિશુંલિયા ઘાટી પહેલા અચાનક કરોડોના ખર્ચે તૈયાર થયેલ રોડ સામાન્ય છાંટા પડતાં તૂટી જાય અને રોડ બેસી જાય તો ગંભીર ઘટના કહેવાય
@@ નાયબ મુખ્યમંત્રી વીજીલન્સ તપાસ કરાવે @@
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા દાંતા થી અંબાજી માર્ગનું 10 જુલાઇના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ માર્ગ 20 દિવસમાં તુટી જાય તો ભ્રષ્ટાચાર થયો તેમ કહી શકાય આં માર્ગ બનાવતી કંપનીને બ્લેકલીસ્ટ કરી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરી આ માર્ગની વીજીલન્સ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી