Breaking NewsLatest

125 બોટલ રક્તદાન,એક હજાર થી વધુ દર્દીઓનુ નિદાન જેવા સેવા યજ્ઞ થી આદ્રી ગામ દ્વારા પૂર્વ સરપંચ સ્વઃ મયુર જોટવાને શ્રદ્ધાંજલિ

આદ્રી ગ્રામપંચાયત અને મહાકાળી ગૌશાળા દ્વારા રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનુ યોજાયો

પૂર્વ સરપંચ સ્વઃ મયુર ને રક્તદાન, દર્દીનારાયણની સેવા અને ગૌસેવા રૂપી સાચી શ્રદ્ધાંજલિ ગીર સોમનાથ વાસીઓ

ગીર સોમનાથ જિલ્લાના પીઢ રાજકીય નેતા રાજશીભાઈ જોટવા ના પુત્રનુ એક માસ પેહલા દુઃખદ અવસાન થયુ હતુ. સ્વઃ મયુર જોટવા આદ્રી ગામના પૂર્વ સરપંચ અને જિલ્લા યુવા ભાજપ માં સક્રિય રીતે જોડાયેલ હોવાની સાથે મળતાવળા સ્વભાવને કારણે નાના બાળક થી લઈ યુવાઓ,વૃદ્ધ અને ગરીબોમાં પણ તેમની ખુબ લોકચાહના હતી તેમના અવસાનથી સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શોકનુ મોજુ ફરી વળ્યું હતુ અને આદ્રી ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા એમની પ્રથમ માસિક પુણ્યતિથિએ આદ્રી ગ્રામ પંચાયત અને મહાકાળી ગૌશાળા આદ્રી દ્રારા ગામમાં આવેલી વી.આર.જોટવા બક્ષીપંચ કુમાર છાત્રાલય ખાતે જૂનાગઢ અને વેરાવળ ના નામાંકિત ડોક્ટરોની સેવા લઈ આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા ગ્રામીણ વિસ્તારના એક હાજર થી પણ વધુ દર્દીઓ એ દિવસ ભર તેનો લાભ લીધો હતો ઉપરાંત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સ્થિત આવેલી બ્લડબેન્ક દ્વારા થેલેસેમિયા અને કેન્સર થી પીડાતા દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો યુવા મીત્ર અને પૂર્વ સરપંચને રક્તદાન મહાદાન રૂપી સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આદ્રી ગામના યુવાનો એ ખુબ મોટી સંખ્યા રક્તદાન કર્યું હતુ અને 125બોટલ જેટલું રક્તદાન થયુ હતુ આ સમગ્ર કાર્યક્રમમાં બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઈ ના જણાવ્યા અનુસાર પનોતા પુત્રને ગુમવ્યાનુ દુઃખ વ્યક્ત કરી પોતાના વતન એવા આદ્રી ગામ દ્રારા તેમના પુત્ર સ્વઃ મયુર ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે યોજવામાં આવેલા ભગીરથ સેવા કાર્ય બદલ ગામજનો,આયોજકો બ્લડબેન્ક,વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરો અને તેમની સાથે જોડાયેલ સ્ટાફનો આભાર માન્યો હતો સાથે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિતે મહાકાળી ગૌશાળામાં તેમના પરિવાર,મિત્રો અને સ્નેહીઓ દ્વારા 151000/- જેટલી માતબર રકમનુ દાન પણ કરવામાં આવ્યુ હતુ આ તકે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી બિરદાવી રક્તદાન મહાદાન સમજી રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજશીભાઈ જોટવા,ભગવાનજીભાઈ કરગઠીયા,જિલ્લા પંચાયતના સદસ્યોં,જિલ્લાના રાજકીય અગ્રણીઓ,વિવિધ ગામના સરપંચો સહીત મોટી સંખ્યામાં યુવાઓ એ રક્તદાન સાથે લોકો એ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો સમગ્ર સેવા યજ્ઞમાં આદ્રી ગામના યુવાનો અને આગેવાનોએ જહેમત ઉઠાવી  “સેવા હી સાચી શ્રદ્ધાંજલિ” આદ્રી ગામ દ્વારા પૂર્વ સરપંચ સ્વઃ મયુર જોટવાને એક સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય તેવુ વાતાવરણ સર્જાતું જોવા મળ્યું હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *