ભાવનગર ખાતે આજે મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કોર્ટ હોલમાં ૧૪મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મ્યુનિસિપાલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાયે રાષ્ટ્રીય મતદાતા દિવસ અવસરે જણાવ્યું હતું.કે યુવા મતદારો જાગૃત બની લોકશાહીના મહાપર્વનો હિસ્સો બને.સશક્ત મતદાર-સક્ષમ મતદાર -સમર્થ મતદાર તથા જવાબદાર મતદાર બની વિવેક બુદ્ધિથી કોઈપણ જાતના ભય,લોભ ,લાલચ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે
મ્યુનિસિપાલ કમિશનર શ્રી એ જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિદ્ધ થયા છે એવા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતની લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાનો સહયોગ આપવા જણાવ્યું હતું.તેમજ નવા નોંધાયેલા યુવા મતદારોને નવા ચુંટણી કાર્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
અહીં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને EVM મશીનનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો અને માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ,નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરશ્રી જી.એચ.સોલંકી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.એન.ચોધરી સહિતનાં અધિકારીશ્રીઓ,બી.એલ.ઓ.શ્રીઓ અને વિવિધ શાળા તથા કોલેજોનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.