આનંદ ગુરવ રિપોર્ટિંગ સુરત
સમગ્ર ભારત સહિત સુરતમાં પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે સુરત શહેરના ઐતિહાસિક એવા ભીમરાડ ગામમાં પણ બીજી ઓક્ટોબર નિમિત્તે ગાંધીજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મહત્વનું છે કે ભીમરાડ ગામ માં મહાત્મા ગાંધી 9 એપ્રિલ 1930ના રોજ એક ચપટી મીઠું ઉપાડી ઘોષણા કરી હતી કે સ્વતંત્ર ભારતના દર્શન થવા જઈ રહ્યા છે અને ત્યારથી આજ રોજ સુધી ભીમરાડ ગામ ના ગ્રામ જનો દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભીમરાડ ગામ ના ગ્રામ જનો દ્વારા ભીમરાડ ગામને પર્યટન સ્થળ બનાવવામાં આવે અને ગાંધીજીનું ભવ્ય આશ્રમ બનાવમાં આવે તેવી માંગ સરકાર સામે પણ કરી રહ્યા હતી . મહાત્મા ગાંધી ના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને સફાઇ કામદારોને પ્રશંસાપત્ર આપી ગાંધીજીના જન્મદિવસની ખરા અર્થમાં ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી….
2જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ ઉજવણી
સુરત શહેરના ઐતિહાસિક ભીમરાડ ગામમાં કરવામાં આવી ઉજવણી
સ્વચ્છતા અભિયાન અનર્ગત વૃક્ષારોપણ કરી સફાઈ કામદારને અપાયા પ્રમાણપત્ર